પ્રોફાઈલ બનાવી નગ્ન ફોટા અને નંબર મુકાતા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ

અમદાવાદ: શહેરમાં રહેતાં એક વેપારીની પત્ની અને બહેનની ફેસબુક પ્રોફાઈલ બનાવી તેના દીકરાનાં ફોટા, અન્ય સ્ત્રીઓનાં તેમજ નગ્ન સ્ત્રીઓનાં ફોટા સાથે વેપારીનો મોબાઈલ નંબર મુકાતાં આ અંગે વેપારીએ સાયબરક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા ફેસબુકમાં બિભિત્સ ફોટા અને લખાણ સાથે નંબરો મૂકી લોકોને બદનામ કરવાનાં અનેક કિસ્સાઓ સામે આવે છે. શહેરના માધુપુરા વિસ્તારમાં રહેતા અને વેપાર કરતાં એક યુવકને પત્નીની અને બહેનની કોઈ અજાણી વ્યક્તિએ ફેસબુક પ્રોફાઈલ બનાવી હતી. આ ફેસબુક પ્રોફાઈલ પર તે વ્યક્તિએ વેપારીના દીકરાનો ફોટો મુક્યો હતો અને અન્ય સ્ત્રીઓના ફોટા પણ અપલોડ કર્યા હતા.

આટલુ જ નહીં તે વ્યક્તિ તેમની પ્રોફાઈલમાં બિભત્સ ફોટાઓ મૂકી બિભત્સ લખાણ મૂકી અને વેપારીનો મોબાઈલ નંબર પણ મૂકી દીધો હતો. આ રીતે ફેસબુકમાં નંબર મુકાયા બાદ વેપારી પર બિભત્સ માંગણી અંગેનાં ફોન આવવાનાં શરૃ થયાં હતા.  જેથી આ અંગે વેપારીએ તપાસ કરતાં ફેસબુકમાં તેમની પત્ની અને બહેનની નામની પ્રોફાઈલ બનાવી બિભત્સ ફોટા લખાણ સાથે નંબર મુકાયો છે જેથી તેઓએ આ અંગે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાંચે ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

You might also like