નવાઝની કાશ્મીર નીતિ કસાઇખાના કરતા પણ ખરાબ : પાક.પ્રોફેસરનો દાવો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં એક પ્રોફેસરે કહ્યું કે ઇસ્લામાબાદની કાશ્મીર નીતિ દરેક તરફ માત્ર મુસીબતો લઇને આવી છે. પ્રોફેસર પરવેઝ હુદભોયે ડોનમાં પ્રકાશિત એક આલેખમાં કહ્યું કે દુનિયાનાં દેશોની રાજધાનીમાં ઇસ્લામાબાદનું નેતૃત્વ કરનારા પાકિસ્તાની રાજદ્વારીઓ તે વાતને સારી રીતે જાણે છે કે વિશ્વમાં કાશ્મીરનાં મુદ્દાનું કોઇ મહત્વ નથી.

હુદભોયે કહ્યું કે વૈચારિક પાકિસ્તાનીઓને અફસોસ થવો જોઇએ કે દેશની કાશ્મીર પહેલાની નીતિ દરેક રીતે માત્ર પરેશાનીઓ પેદા કરે છે. પ્રોક્સીનો ઉપયોગ વિનાશકારી સાબિત થયો છે. તેમણે કહ્યું કે આ વિચારોની આશીક અનુભૂતિનું પરિણામ છે કે લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદનાં નેતાઓની અટકાયત કરાઇ છે, પરંતુ પાકિસ્તાની સેનાને દેશમાં કાશ્મીર સ્થિતી તમામ આતંકવાદી સમૂહોનો અંત લાવવો જોઇએ.

લાહોર અને ઇસ્લામાબાદમાં ગણિત અને ભૌતિકી વિષય ભણાવતા હુદભોયે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનનાં મુજાહિદ્દીનો દ્વારા કરવામાં આવેલ અત્યાચારથી ભારતીય સુરક્ષાદળોનો અત્યાચાર છુપાઇ જાય છે. પાકિસ્તાનની ભારતમાં હજારો જખમ દેવાની નીતિએ કસાઇખાનાનું સ્વરૂપ ધારણ કર્યું છે અને વૈશ્વિક રાજનીતિક શબ્દકોષમાં જેહાદ એક કુરૂપ શબ્દ બની ગયો છે.

પ્રોફેસરનાં અનુસાર કાશ્મીરી પંડિતોનો સંહાર, ભારત સાથે સંબંધ રાખવાનાં આરોપમાં નાગરિકોને પરેશાન કરવા, સિનેમાઘરો બંધ કરવા, મહિલાઓને પડદામાં રહેવા માટે મજબુર કરવી અને શિયા – સુન્ની વિવાદને હવા આપવા જેવી ગતિનિધિઓને કાશ્મીર આઝાદી આંદોલનને નબળું પાડ્યું.

You might also like