પ્રોફેસરના પિતરાઈ બહેન સાથેના આડાસંબંધોનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો

અમદાવાદ: શહેરની કોલેજના પ્રોફેસરના પિતરાઇ બહેન સાથેના અનૈતિક સંબંધનો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. પ્રોફેસરની પત્નીએ કોર્ટમાં પ્રોફેસર વિરુદ્ધ ઘરેલુ હિંસા અંતર્ગત ફરિયાદ કરી છે. રસપ્રદ બાબત એ છે કે પ્રોફેસરનાં માતા‌-પિતા પુત્રને સાથ આપવાના બદલે પુત્રવધૂની સાથે રહ્યાં છે.

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી કોલેજના પ્રોફેસર અને રાણીપ વિસ્તારમાં રહેતા આકાશભાઇ (ઉ.વ 45)નાં લગ્ન 1999માં રીટાબહેન સાથે થયાં હતાં. રીટાબહેન અમદાવાદની શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવે છે. લગ્નજીવનમાં તેમણે બે બાળકોને જન્મ આપ્યો છે, જેમાં મોટી પુત્રી મીના (ઉ.વ 15) છે અને નાનો પુત્ર અંશ (ઉ.વ 11) છે.

બે વર્ષ પહેલાં આકાશનાં ફોઇની દીકરી રૂપલ (ઉ.વ 22) અભ્યાસ માટે આકાશના ઘરે રહેવા આવી હતી. રૂપલનું એડ‌િમશન આકાશે તેની જ કોલેજમાં કરાવી દીધું હતુું. સમય જતાં બન્ને પ્રેમમાં પડ્યાં હતાં, જોકે થોડાક સમય સુધી પિતરાઇ ભાઇ-બહેન વચ્ચેના પ્રેમની ગંધ કોઇને આવી ન હતી.

વર્ષ 2014માં દિવાળી હતી. રૂપલને તેના ગામડે મૂકવા માટે આકાશ તેની દીકરી મીનાને લઇને ગયો હતો. ગામડે પહોંચ્યા ત્યારે મીના અને રૂપલ સાથે સૂતાં હતાં. અચાનક મીનાની આંખ ખૂલી ગઇ ત્યારે રૂપલ પથારીમાંથી ગાયબ હતી. રૂપલને શોધવા માટે જ્યારે મીના ગઇ ત્યારે તે તેના પિતાના રૂમમાં મીના અને તેના પિતાને કઢંગી હાલતમાં જોઇ ગઇ હતી. મીનાએ આ વાતની જાણ અમદાવાદ આવીને તેની માતાને કરતાં તેણે આકાશ ઉપર નજર રાખવાની શરૂ કરી હતી.

આકાશની પત્નીએ પણ એક દિવસ ઘરમાં જ આકાશ અને રૂપલને કઢંગી હાલતમાં ઝડપી લીધાં હતાં. આકાશનાં કરતૂતો અંગે સગાં-સંબંધીઓની ‌િમ‌િટંગ યોજાઇ હતી, જેમાં આકાશે તેની ભૂલ સ્વીકારી હતી અને લેખિતમાં માફી માગી ભવિષ્યમાં આવું નહીં કરવાની ખાતરી આપી હતી.

જોકે આકાશે તેના પ્રેમસંબંધો રૂપલ સાથે ચાલુ રાખ્યા હતા, જેની જાણ ફરીથી રીટાબહેનને થતાં તેમણે તાત્કા‌િલક સાસુ-સસરાને જાણ કરી હતી. રીટાનાં સાસુ-સસરા ગામડેથી આવી ગયાં હતાં અને પુત્ર આકાશને સાથ આપવાની જગ્યાએ તેમની પુત્રવધૂને સાથ આપ્યો હતો. રીટાએ સાસુ-સસરાના કહેવાથી મેટ્રોપોલિટન કોર્ટમાં વકીલ હરનીશ રાવ મારફતે ડોમે‌િસ્ટક વાયોલન્સ એક્ટની ફરિયાદ દાખલ કરાવી છે.

ખુદ રીટાનાં સાસુ-સસરાએ કોર્ટમાં તેમના પુત્રના અનૈતિક સંબંધ હોવાનું એફિડેવિટમાં જણાવ્યું છે. કોર્ટ સંકુલમાં વકીલોમાં આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આકાશના માતા-પિતાએ એફિડેવિટમાં જણાવ્યું છે કે આકાશ અને રુપલ વચ્ચે આડા સંબંધ હતા. અમે આકાશને ઘણું સમજાવ્યો હતો. વારસદારમાંથી પણ કાઢી નાખવા મુદ્દે ધમકી આપી હતી, પરંતુ તે માન્યો નહોતો.

અમારી પુત્રવધૂએ કઢંગી હાલતમાં રંગેહાથ પકડી પાડયો ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તથા માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આકાશના રુપલ સાથેના અનૈતિક સંબંધોના કારણે તે તેના પરિવારથી અલગ રહે છે. છેલ્લા ઘણા સમયથી તે તેની તમામ પ્રોપર્ટી વેચી મારવાની ફિરાકમાં છે. જેથી કરીને આકાશના માતા-પિતાએ તે મિલકત વેચી ના દે તે માટે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.
(તમામ પાત્રોનાં નામ બદલ્યાં છે.)

You might also like