પ્રોફેશનલ ટેક્સની નોટિસ બજવણીમાં પહેલી વખત પહોંચની પદ્ધતિ અપનાવાઈ

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગત તા.૧ ઓકટોબર, ર૦૦૬થી પ્રોફેશનલ ટેકસની વસૂલાતની કામગીરી કરાય છે, પરંતુ શરૂઆતના દોઢ વર્ષ રાજ્ય સરકારના કલેક્ટિંગ એજન્ટ તરીકે કોર્પોરેશનની નિમણૂક કરાઇ હતી, પરંતુ ગત તા.૧ એપ્રિલ ર૦૦૮થી તંત્રને પોતાનાં હિતમાં વેરો વસૂલવાની સત્તા સોંપાઇ છે.

પ્રોફેશનલ ટેક્સના વડા દીપક ત્રિવેદી કહે છે કે, “આગામી તા.૩૦ સપ્ટેમ્બર, ર૦૧૬ પ્રોફેશનલ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ છે. તંત્ર દ્વારા પ્રોફેશનલ ટેક્સની સુનાવણીની નોટિસ બજવણીમાં પ્રથમવાર તમામ વ્યવસાયિકો પાસેથી પહોંચ લેવાઇ રહી છે. સુનાવણી નોટિસ નમૂના-૧૩ અને કારણદર્શક નોટિસ નમૂના-૭ હેઠળનાં ફોર્મની સંલગ્ન સૌથી છેલ્લે નોટિસ બજવણીની પહોંચ સામેલ કરાઇ છે. જેમાં નોટિસ લેનાર પાર્ટી કે પ્રતિનિધિનો સહી અને સિક્કો, નામ-તારીખ અને મોબાઇલ નંબર અને હોદ્દા સાથે લેવાઇ રહ્યો છે.

આ ઉપરાંત પ્રોપર્ટી ટેકસના કોમર્શિયલ બિલની સાથે નોટિસની બજવણી થઇ રહી હોઇ નોટિસ ગેરવલ્લે જવાની ફરિયાદો થતી નથી અને કોર્પોરેશનની આવકમાં પણ વધારો થયો છે.” તા.૧ ઓકટોબર, ર૦૦૬થી ગત તા.૩૧ માર્ચ ર૦૦૮ સુધીની રાજ્ય સરકારના પ્રોફેશનલ ટેક્સના કલેક્ટિંગ એજન્ટ તરીકેની કોર્પોરેશનની કામગીરી દરમિયાન વ્યવસાય વેરાની કુલ આવક માત્ર રૂ.૪.૮પ કરોડની હતી. તેમજ પ્રોફેશનલ ટેક્સનાં સર્ટિ‌િ‌ફકેટ અગાઉ મેન્યુઅલી આપવામાં આવતાં હતાં તેને બદલે ગત તા.૧ર ઓકટોબર, ર૦૧પથી કમ્પ્યૂટરાઇઝડ સર્ટિફિકેટ અપાઇ રહ્યાં છે.

You might also like