સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

728_90

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે નાના વેપારીઓમાં ભારે રોષ જોવાં મળ્યો હતો. તંત્ર દ્વારા નાના વેપારીઓને હોરાન કરવામાં આવતા હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. ચોક બજારથી મનપા કચેરી સુધી રેલી યોજીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં નાના વેપારીઓ અધિકાર રેલીમાં જોડાયાં હતાં.

મહત્વનું છે કે સુરત કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કનડગત અને દબાણ હટાવવાની કામગીરીને લઇ લારી-ગલ્લાવાળાંઓ સહિત પાથરણાંવાળાઓ, ફેરિયાઓએ એક વિશાળ સમુદાય સાથે રેલી કાઢી હતી. જેમાં સુરતનાં ચોક બજાર વિસ્તારથી નીકળેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં ફેરિયાઓ, લારી-પાથરણાંવાળાઓ જોડાયાં હતાં. દબાણ હટાવતા પહેલાં સુપ્રીમ અને હાઇકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવામાં આવે તેવી માંગ કરાઇ છે.

You might also like
728_90