ક્રિએ‌ટિવ કરવા નિર્માણમાં આવીઃ ચિત્રાંગદા

થોડા સમય પહેલાં ‘સુરમા’ ફિલ્મ રિલીઝ થઇ. આ એક બાયોપિક હતી, જે હોકી ટીમના કેપ્ટન સંદીપસિંહના જીવન પર આધારિત હતી. આ ફિલ્મની ખાસ વાત એ હતી કે ચિત્રાંગદાએ આ ફિલ્મમાં બેવડી જવાબદારી ભજવી. તે આ ફિલ્મની નિર્માત્રી પણ હતી અને અભિનેત્રી તરીકે પણ તેણે એક પાત્ર ભજવ્યું.

તે કહે છે કે અભિનેત્રીના રૂપમાં મારી કરિયર ઠીકઠાક ચાલતી હતી. તેથી મેં કંઇક ક્રિએટિવ કરવાનો વિચાર કર્યો. નિર્દેશક સુધીર મિશ્રાએ મને લખવા અને નિર્માણના ક્ષેત્રમાં કંઇક કરવાનો સપોર્ટ કર્યો. મારી મુલાકાત ઇન્ડિયન હોકી ટીમના કેપ્ટન સંદીપસિંહ સાથે થઇ.

હું તેમને પહેલી વાર મળી અને પ્રેરાઇ ગઇ. ત્યારબાદ સંદીપસિંહ સાથે ઘણી મુલાકાતો કરી અને મેં તેમના પર ફિલ્મ બનાવવાનું યોગ્ય સમજ્યું.

અભિનયમાં લગભગ ૧૦ વર્ષથી કાર્યરત એવી ચિત્રાંગદાએ ભલે ઓછી ફિલ્મો કરી, પરંતુ સશક્ત અભિનય કર્યો છે. તે કહે છે કે ‘ઇન્કાર’ના શૂટિંગ દરમિયાન મને સુધીરજીએ સલાહ આપી કે કંઇક લખવાનું શરૂ કર. જ્યારે પણ મને સમય મળ્યો ત્યારે હું કંઇક ને કંઇક લખવા લાગી.

મેં જ્યારે ફિલ્મની કહાણી વિશે લખવા વિચાર્યું ત્યારે સંદીપસિંહ મળ્યા અને મેં તેમના પ્રભાવશાળી જીવન પર ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. ફિલ્મ નિર્માણ સરળ નથી, પરંતુ મારી સામે અનુષ્કા શર્મા, પ્રિયંકા ચોપરા, કંગના રાણાવત જેવી અભિનેત્રીઓના આદર્શ છે.

હું એ તમામને સેલ્યુટ કરું છું. મહિલાઓની સંખ્યા દરેક ક્ષેત્રમાં વધતી રહી છે. મને નિર્માણના અનુભવથી ઘણું બધું શીખવા મળ્યું. આ ખૂબ જ જવાબદારીનું કામ છે અને આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ખુદ જવાબદાર અને મહેનતું હોઇએ. •

You might also like