મોટી ઉંમરના પાર્ટનરની સાથે આવે છે આ સમસ્યાઓ

કહેવાય છે કે પ્રેમ કઇ જોતો નથી. જ્યારે પ્રેમ થાય છે ત્યારે વ્યક્તિને સમજવની વિચારવાની શક્તિ ખતમ થઇ જાય છે. આવા જ લોકો કંઇ પણ જોયા વગર પ્રેમ તો કરી લે છે પરંતુ બાદમાં ખૂબ જ પરેશાનીઓ સંબંધને ખરાબ કરી દે છે. આજકલ મોટાભાગની છોકરીઓ પોતાનાથી ઘણા મોટી ઉંમરના પુરુષોને પોતનું દિલ આપી દે છે. જો કે પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરતી વખતે લોકો એવું ભૂલી જાય છે કે આગળ જઇને એનું શું પરિણામ આવશે. જો તમે 20 વર્ષની આસપાસ છો અને 30 અથવા એનાથી વધારે ઉંમરની વ્યક્તિ સાથે ડેટ કરી રહ્યા છો તો આ એક સમસ્યા બનીને તમારી સામે આવી શકે છે.

ઉંમરમાં મોટો પાર્ટનર હોવાને કારણે બંનેના વિચારોમાં ખૂબ ફરક પડે છે. બંને પોતાના અલગ અલગ તરીકાથી નિર્ણય લે છે. જેનાથી બંનેમાં તાલમેળ બેસતો નથી.

મોટી ઉંમરના પુરુષો સેક્સની ઇચ્છા વધારે રાખે છે. એવામાં તમારો મૂડ ના હોવા છતાં પણ તમારી સાથે જબરદસ્તી કરી શકે છે, જે તમારી બંનેની વચ્ચે પરેશાનીઓ વધારી શકે છે.

ઉંમરમાં મોટા હોવાને કારણ તમારી કેર પણ મા બાપ જેવી જ કરશે. તમને મોટાભાગે એ વાત પર લેક્ચર આપી શકે છે કે તમારે શું કરવું જોઇએ અને શું નહીં. જે તમને જરા પણ પસંદ આવશે નહીં. તેમની વિચારવાની શક્તિ એમની ઉંમર જેવી જ હશે.

તમે કોઇ દિવસ તમારી પરેશાનીઓ એમને સમજાવી શકશો નહીં. ભલે એ તમારા કરતાં હોંશિયાર હોય પરંતુ ઉંમર તફાવતન કારણે એ તમારી પરેશાનીને સમજવામાં હંમેશા નિષ્ફળ જ રહેશે.

તમારા પતિની ઉંમર વધારે હોવાને કારણે એમના મિત્રો પણ એ જ ઉંમરના હશે જેના કારણે તમે એમના મિત્રો સાથે પણ સાથે ભળી શકશો નહીં. જે તમરા માટે સમસ્યા પેદા કરી શકે છે.

http://sambhaavnews.com/

You might also like