Categories: India

રોહિત વેમુલાની માતાનો દલિત હોવાનો દાવો જુઠ્ઠોઃ તપાસ પંચ

હૈદરાબાદ: એચઆરડી દ્વારા ગઠિત તપાસ પંચે જણાવ્યું છે કે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના રિસર્ચ સ્કોલર રોહિત વેમુલાની આત્મહત્યા માટે તે ખુદ જવાબદાર હતો. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન પ્રધાન સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય પ્રધાન બંડારુ દત્તાત્રયે માત્ર પોતાની જવાબદારી અદા કરી હતી અને હૈદરાબાદ યુનિવર્સિટી પ્રશાસન પર કોઈ દબાણ કરવામાં આવ્યું ન હતું. તપાસપંચના અહેવાલમાં જણાવાયું છે કે દલિત હોવાનો રોહિત વેમુલાની માતાનો દાવો જુઠ્ઠો છે.

રૂપનવાલ તપાસ પંચે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે રોહિત વેમુલાને યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય સૌથી તાર્કિક હતો અને યુનિવર્સિટીને આ નિર્ણય લેવાની સત્તા હતી. આ તપાસ પંચના અહેવાલ અનુસાર ૨૬ વર્ષના રોહિત વેમુલાએ પોતાની અંગત હતાશાને કારણે આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા માટે તેની સાથે દાખવવામાં આવેલ ભેદભાવનું કોઈ કારણ ન હતું.

તપાસ પંચના અહેવાલ અનુસાર રોહિતની માતાએ અનામતનો લાભ લેવા માટે સ્વયંને દલિત જાહેર કર્યા હતા. રૂપનવાલ પંચે ઓગસ્ટમાં પોતાનો તપાસ અહેવાલ સુપરત કર્યો હતો. રોહિત વેમુલાએ ૧૭ જાન્યુઆરીના રોજ આત્મહત્યા કરી હતી અને માનવ સંસાધન મંત્રાલયે ૨૮ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ રોહિત વેમુલાની આત્મહત્યાની ઘટનામાં તપાસ માટે એક સભ્યના અદાલતી પંચની રચના કરી હતી.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

16 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

16 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

16 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

17 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

18 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

18 hours ago