પ્રિયંકાને સનીની શોર્ટ ફિલ્મ પસંદ આવી

મુંબઇ: અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ સની લિયોનની ધુમ્રપાન વિરોધી લઘુ ફિલ્મના વખાણ કર્યા છે. પ્રિયંકાએ કહ્યું હતું કે તેમને સનીની ’11 મિનિટ’ ફિલ્મ ખુબ પસંદ આવી. આ ફિલ્મ ધુમ્રપાન નહીં કરવાનો સંદેશ આપે છે. આ ફિલ્મમાં એવા વ્યક્તિની ઇચ્છાઓ વિશે જણાવવામાં આવ્યું છે જેના જીવનનો માત્ર થોડોક જ સમય બચ્યો છે.

આ ફિલ્મમાં તેના જીવનની છેલ્લી 11 મિનિટને દેખાડી છે. આ ફિલ્મમાં સની લિયોનની સાથે દીપક ડોબરિયાલ અને આલોકનાથ પણ છે. પ્રિયંકાએ ટ્વિટર પર સની લિયોનની આ પહેલની પ્રશંસા કરી છે.

સની લિયોને પણ પ્રિયંકા ચોપરાનો આભાર વ્યક્ત કરતાં આ લઘુ ફિલ્મનો સંદેશ લોકો સુધી પહોંચડવાની આશા વ્યક્ત કરી છે. સનીએ પ્રિયંકાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘ઓહ..તમારો ખુબ આભાર..વિશ્વાસ છે કે આનાથી મને મદદ મળશે.’

You might also like