પ્રિયંકાની માતાએ મેનેજરને ગણાવ્યો જૂઠ્ઠો!

મુંબઇઃ બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પૂર્વ મેનેજર પ્રકાશ જાજૂએ હાલમાં સોશ્યિલ મીડિયામાં કહ્યું હતું કે પ્રિયંકાએ તેના સ્ટ્રગલના દિવસોમાં બેથી ત્રણ વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પ્રિયંકાની માતા મઘુ ચોપડાએ જણાવ્યું હતું કે તેનો મેનેજર જૂઠ્ઠુ બોલી રહ્યો છે. તેમણે ટવિટર પર વધુમાં લખ્યું છે કે આ જૂઠ્ઠો માણસ જેલમાં રહી ચૂક્યો છે. તેના ઘરડાં માતા-પિતાએ પ્રિયંકાના પગે પડીને તેની માંફી માંગી હતી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પ્રિયંકા અને તેના મેનેજર જાજૂ વચ્ચે સંબંધો ત્યારે વણસ્યા જ્યારે જાજૂને પ્રિયંકાએ છૂટો કરી દીધો.

જાજૂએ પ્રિયંકા પર પૈસા ન આપવાનો કેસ પણ દાખલ કર્યો છે. પ્રિયંકાના પિતા અશોક ચોપડાએ પૂર્વ મેનેજર વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે તે પ્રિયંકાની અંગત જીંદગીમાં પણ દખલ અંદાજ કરે છે. ત્યાર બાદ જાજૂએ 67 દિવસનો જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. હાલ પ્રિયંકા તેની હોલીવુડ ફિલ્મ બેવોચના શુટિંગમાં વ્યસ્ત છે. જેનો પ્રથમ લૂક હાલમાં જ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ફિલ્મ જાણીતી ટીવી સિરિયલ બેવોચ પર આધારીત છે. જેમાં પ્રિયંકા ખલનાઇકાના રોલમાં છે.

You might also like