શિમલા નજીક નવા ઘરમાં દિવાળી ઊજવશે પ્રિયંકા વાડરા

શિમલા:  કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીનાં પુત્રી પ્રિયંકા વાડરા શિમલા નજીક છરાબડામાં પોતાના ઘરમાં આ વર્ષે પરિવાર સાથે દિવાળી ઊજવશે. તે ઘરનું કામકાજ જોવા માટે આર્કિટેકટ સાથે છરાબડા પહોંચ્યાં હતાં.

પંડિતોએ પ્રિયંકાને ગૃહપ્રવેશ માટે નવરાત્રિ અને દિવાળીનું મુહૂર્ત આપ્યું છે. આ વખતે નવરાત્રિ પૂર્ણ થાય તે પહેલાં મકાનનું કામકાજ પૂરું થાય તેવી કોઇ જ શકયતાઓ નથી. આથી તે દિવાળીમાં ગૃહપ્રવેશ કરશે.

પ્રિયંકાના મકાનમાં રંગરોગાનનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે અને અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે. હાલમાં મકાનમાં સેન્ટ્રલ હિટિંગના કાર્યની સાથે વીજળી અને પાણીના કનેક્શનનું ફિટિંગ થઇ રહ્યું છે.

પ્રિયંકાના આ ઘરને પહાડી શૈલીમાં તૈયાર કરાયું છે. તેની છત હિમાચલી સ્લેટમાંથી બનાવાઇ છે. સોમવાર સાંજથી શિમલા આવેલ પ્રિયંકા વાઇલ્ડ ફલાવર હોટલમાં રોકાયાં છે.

મંગળવારે તેમણે આર્કિટેક્ટ સાથે મકાનની મુલાકાત લીધી. સાંજે પણ પોતાના મકાનમાં પહોંચ્યાં અને ઠંડી હવાનો આનંદ લીધો. તેમના બગીચામાં સફરજન, નાસપ‌િત, ચેરી જેવા છોડ લગાવાયા છે.

You might also like