OMG! શાહી લગ્ન માટે પ્રિયંકાએ સેંડલ પર ખર્ચ કર્યા અધધધ રૂપિયા…

ગત સપ્તાહે પ્રિયંકા ચોપરા પોતાના શ્રેષ્ઠ મિત્ર મેગન માર્કલના લગ્નમાં હાજરી આપવા લંડન પહોંચી હતી. હોલિવૂડ અભિનેત્રી મેગન માર્કલે શનિવારે પ્રિન્સ હેરી સાથે લગ્ન કર્યા હતા. અહીં પ્રિયંકા લેવન્ડર રંગના કરડામાં જોવા મળી હતી.

આ સાથે તેણે ટોપી અને જિમ્મી ચૂ બ્રાન્ડની સેંડલ પહેરી હતી. મેગનના લગ્ન માટે પ્રિયંકાએ સમગ્ર કોસ્ટયૂમને ખાસ ડિઝાઇન કરાવ્યું હતું. સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા પ્રિયંકાના સૅંડલ્સની કરાઈ હતી.

પ્રિયંકાએ રોયલ લૂક માટે ઘણો ખર્ચો કર્યો હતો. પ્રિયંકાના સેન્ડલ પર ક્રિસ્ટલ લગાવવામાં આવ્યા હતા. આના કારણે, તેની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો હતો. ફક્ત પ્રિયંકાના સેન્ડલની કિંમત રૂ. 1.40 લાખ છે.

સોશિયલ મીડિયા પર, પ્રિયંકાના રોયલ દેખાવની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. હોલીવુડમાં જઈને, પ્રિયંકાના ડ્રેસિંગ સેંસમાં ઘણું પરિવર્તન આવ્યું હતું. હવે હોલીવૂડ શો ‘ક્વોન્ટિકો’ ને પોતાની કારકીર્દિ 2 વર્ષ આપીને પ્રિયંકા ભારત પરત ફરી રહી છે.

પ્રિયંકા સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ મુખ્ય ભુમિકા ભજવવા જઈ રહી છે. પ્રિયંકા ઉપરાંત, દિશા પટણી અને તબુ પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ સિવાય, પ્રિયંકા કલ્પના ચાવલાના જીવનચરિત્ર પર બની રહી ફિલ્મમાં પણ કામ કરશે. પ્રિયંકાને બોલિવુડમાં ફરી જોવા માટે તેના ચાહકો ખુબ આતુર છે.

Janki Banjara

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago