પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો ‘ધ વ્યૂ’માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ જ ખરાબ પત્ની છું, કેમ કે મને જમવાનું બનાવતાં આવતું નથી. નિક દક્ષિણ અમેરિકાના એક એવા પરિવારમાંથી આવે છે જ્યાં ઘરની મહિલાઓ સારું જમવાનું બનાવે છે. નિકની માતા ખૂબ જ સારી કૂક છે. હું માત્ર ઈંડાં અને ટોસ્ટ બનાવું છું.

આ શોમાં પ્રિયંકાએ નિક જોનસ સાથે પ્રેમ લગ્ન અને તેના વીડિયો આલ્બમ ‘સકર’માં કામ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. પ્રિયંકા કહે છે કે મેં જ્યારે નિકને જણાવ્યું કે મને સારી રસોઈ બનાવતાં આવડતું નથી તો નિકે કહ્યું કે કંઈ વાંધો નહીં મને પણ રસોઈ બનાવતાં આવડતી નથી.

ચેટ શોનો એક ફોટો પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ પર શેર કર્યો છે તેમાં લખ્યું છે કે મને શો પર બોલાવવા માટે આ બહેતરિન મહિલાઓનો આભાર. પ્રિયંકા ખૂબ જ જલદી યુ ટ્યૂબ ચેનલ લઈને આવી રહી છે. શોનું નામ ‘If I could tell you just one’ છે. ૨૭ માર્ચે શોના ટાઈમનો ખુલાસો થશે.

You might also like