પ્રયાગરાજથી વારાણસીની બોટયાત્રા દ્વારા યુપીમાં પ્રિયંકાનું પ્રચાર અભિયાન શરૂ

(એજન્સી) પ્રયાગરાજ: કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરાએ આજે ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી ચૂંટણી અભિયાનનું રણશિંગું ફૂંકયું હતું. પ્રચાર અભિયાન શરૂ કરતાં પહેલાં પ્રયાગરાજમાં સંગમ તટ પર પ્રિયંકા ગાંધીએ ગંગા પૂજન કર્યું હતું અને સાથે જ તેમણે ગંગા આચમન પણ કર્યું હતું. સંપૂર્ણ વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કર્યા બાદ પ્રિયંકાએ ગંગાજીની આરતી પણ ઉતારી હતી.

પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી ગંગા નદીમાં બોટ યાત્રા કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મતક્ષેત્ર વારાણસી જવા રવાના થયાં હતાં. પ્રિયંકાની બોટ પ્રચાર યાત્રા ૧૪૦ કિ.મી.ની હશે. આ યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી પીએમ મોદીને સીધો જવાબ આપશે. યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી વિવિધ મંદિરનાં દર્શન પણ કરશે.

કોંગ્રેસના અગ્રણી નેતાઓની હાજરીમાં પ્રયાગરાજથી બોટયાત્રા શરૂ કરતાં પહેલાં પ્રિયંકાએ શરૂઆતમાં સૂતેલા હનુમાન મંદિરમાં પૂજા કરી હતી. મંદિરમાં દર્શન દરમિયાન પ્રિયંકાએ જણાવ્યું હતું કે મેં મારા માટે કંઇ જ માગ્યું નથી. દેશની પ્રગતિ અને શાંતિ થાય તે માટે મેં પ્રાર્થના કરી છે. ત્યાર બાદ પ્રિયંકા ગાંધી ગંગા પૂજન માટે સંગમ જવા રવાના થયાં હતાં.

પ્રિયંકાની આ બે દિવસની યાત્રાને ‘ગંગા-જમુની તહજિબ યાત્રા’ નામ આપ્યું છે. રવિવારે લખનૌથી અલાહાબાદ પહોંચેલાં પ્રિયંકા સૌ પહેલાં સ્વરાજ ભવન ગયાં હતાં અને ત્યાં તેમણે પોતાનાં દાદી ઇન્દિરાજીને યાદ કર્યાં હતાં. પ્રિયંકાની યાત્રાનું સમાપન ર૦ માર્ચે વારાણસીમાં થશે. આવતી કાલે પ્રિયંકા પોતાની યાત્રા દરમિયાન મઢહા ગામ (મીરજાપુર) પહોંચશે. ત્યાર બાદ તેઓ વિંધ્યાચલના દર્શન કરશે. આ કાર્યક્રમ બાદ ચુનાર જવા રવાના થશે.

ચુનારમાં પ્રિયંકા શીતળા માતાનાં દર્શન કરશે. પ્રિયંકા રાત્રી રોકાણ ચુનારમાં કરશે. ર૦ માર્ચના રોજ પ્રિયંકા વારાણસી જવા નીકળશે અને વારાણસીના અસ્સી ઘાટ પર યાત્રાનું સમાપન કરશે. વારાણસીની નજીક દમદમા ખાતે પ્રિયંકા એક સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રિયંકાની આ હાઇપ્રોફાઇલ યાત્રાને પ્રશાસને સતર્કતા દાખવીને રપ શરત સાથે મંજૂરી આપી છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago