નિક સાથેના સંબંધને લોકોની ખરાબ નઝરથી બચાવવા માંગે છે પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વચ્ચેના સંબંધની ચર્ચા દરેક બાજુ ચાલી રહી છે. બંને ધીમે ધીમે તેમના સંબંધો આગળ વધી રહ્યા છે. પ્રિયંકા અત્યાર સુધી તેના સંબંધોને લઈ ચુપ રહી છે. પરંતુ હવે નિક વિશે ખુલ્લેઆમ બોલતી દેખાય છે. તેનો એક જુનો ઇન્ટરવ્યૂ છે જેમાં તેણે તેના સંબંધો સંબંધિત રસપ્રદ વસ્તુઓ શેર કરી હતી.

2016માં એક મેગેઝિને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, “મને એક સુંદર અંગત જીવન મળ્યું છે. લોકો સાથે મારો સંબંધ હંમેશાં ખાસ રહ્યો છે. પરંતુ આ એવું કંઈક છે જે હું જાહેરમાં નથી કહેવાય માંગતી. મેં ક્યારેય પબ્લિકમાં મારા સંબંધો વિશે ઉલ્લેખ કર્યો નથી.

મેં હંમેશા તેને સાચવવાનો પ્રયાસ કર્યો છે. હું લોકોની ખરાબ નઝરમાં વિશ્વાસ રાખું છું. જો કોઈ વસ્તુ તમને ગમે છે તો તમે તેને હૃદયની નજીક રાખવા ઈચ્છો છો. હું એક પબ્લિક ફિગર છું એટલા મારા માટે આ બાબત લોકોને કહેવામાં ખુબ ધ્યાન રાખું છું. ”

પ્રિયંકા અને નિક વચ્ચેના સંબંધમાં સમય સાથે પ્રેમ વધી રહ્યો છે. નિકે પ્રિયંકા સાથે લગ્ન કરવાની તેમની ઇચ્છાનો ઉલ્લેખ કર્યો છે. આના લીધે આ બંનેના સંબંધની ઘનિષ્ઠાનો અંદાજો લગાવી શકાય છે. જ્યારે નિકે ભારતની મુલાકાત લીધી હતી ત્યારે તે પ્રિયંકાના પરિવારને મળ્યો હતો અને પ્રિયંકા નિકના પરિવારને મળવા ન્યૂ યોર્કમાં સમય પસાર કરતા જોવા મળી હતી.

You might also like