પ્રિયંકા ગાંધી પડદા પાછળ છે સક્રિય, યુપી ચૂંટણી પર રાખી રહી છે નજર…

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને સક્રિય રાજકારણમાં ક્યારે પ્રવેશ કરવો એ કોંગ્રેસે પ્રિયંકા વાડરા ઉપર નિર્ણય છોડી દેવામાં આવ્યો છે. જો કે સૂત્રોના અહેવાલ મુજબ પ્રિયંકા ઉત્તર પ્રદેશના દરેક રાજકારણની કામગીરી પર નજર રાખી રહી છે. ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઇને પ્રિયકાં વાડરા પડદા પાછળ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. ઉત્તર પ્રદેશમાં બીજા ચરણમાં રાહુલ ગાંધીની સંદેશ યાત્રા તેમજ યુપીમાં ગઠબંધનને લઇને કાર્યકર્તાઓનો મિજાજ તેમજ રાહુલની યાત્રા દરમિયાન સામે આવેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરવા પ્રિયંકાએ યુપીના રાષ્ટ્રીય સચિવો સાથે એક બેઠક યોજી હોવાની ચર્ચા ચાલી રહી છે.

પ્રિયંકાને રાજ્યમાં અલગ-અલગ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકમાં રાહુલ ગાંધી જો કે હાજર હતા નહીં. પ્રિયંકા ગાંધીએ યુપીના રાષ્ટ્રીય સચિવ સાથે રાહુલ ગાંધીની સંદશે યાત્રા પર સવિસ્તાર ચર્ચા કરી. કોંગ્રેસે યુપી વિધાનસભામાં પંચાયત સ્તર પર સંદેશ યાત્રાનું આયોજન હાથ ધર્યું છે.

You might also like