યૂપી ચૂંટણીઃ આજે પહેલી વખત પ્રિયંકા નિકળશે પ્રચારમાં

નવી દિલ્હીઃ યૂપી ચૂંટણીના ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવેસ પ્રિયંકા ચૂંટણી પ્રચાર કરવા માટે નિકળશે. પ્રિયંકા તેના ભાઇ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે રાયબરેલીમાં ચૂંટણી રેલીમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે રાયબરેલી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો સંસદીય વિસ્તાર છે.

રાહુલ ગાંધી 17 ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગે રાયબરેલી ઇન્ટર કોલેજ ગ્રાઉન્ડમાં સભા કરશે. જ્યારે તેમનો બીજો કાર્યક્રમ રાયબરેલીના મહારાજગંજમાં બાબુરિયા ગ્રાઉન્ડ પર સાંજે સાઠા ચાર વાગ્યે છે. હાલની યૂપી વિધાનસભાની ચૂંટણીમાં પ્રિયંકાની આ પહેલી સભા છે.

રાયબરેલીમાં ચોથા તબક્કામાં વોટિંગ થશે. ઉલ્લેખનીય છે કે દર વખતને જેમ આ વખતે પણ ચૂંટણી પહેલાં સમાચાર આવ્યાં હતા કે પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીથી બહાર જઇને ચૂંટણી પ્રચાર કરી શકે છે. પરંતુ પ્રિયંકાએ આ બંને ક્ષેત્રો તરફથી પોતાનું અંતર જાળવી રાખ્યું છે.  હવે તે રાયબરેલીમાં ચૂંટણી પ્રચાર માટે જઇ રહી છે.

http://sambhaavnews.com/

You might also like