યુપીમાં પ્રિયંકાનો ‘ગ્રાન્ડ’ રોડ શો: રાહુલ ગાંધી-સિંધિયા સાથે ૪૨ લોકસભા બેઠકની સમીક્ષા

728_90

લખનૌઃ કોંગ્રેસ મહાસચિવ બવ્યા બાદ પ્રિયંકા ગાંધી આજે પહેલી વખત ઉત્તરપ્રદેશનાં ચાર દિવસનાં પ્રવાસે આવી પહોંચ્યાં છે. પ્રિયંકા સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશનાં પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આવ્યાં છે. 5૦ વર્ષમાં પહેલી વખત ગાંધી પરિવારના કોઈ સભ્ય કોંગ્રેસ હેડક્વાર્ટર્સમાં ચાર દિવસ રહેશે.

આ અગાઉ ૭૦નાં દાયકામાં પૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી અહીં રોજ આવતા હતાં. એ વખતે ઈન્દિરા અને ફિરોઝ લા-પ્લાસ કોલોનીમાં રહેતા હતા. કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી યુપીનાં પ્રભારી પ્રિયંકા ગાંધીની રાજનૈતિક એન્ટ્રી માટે મંચ સજાવી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો છે. એરપોર્ટથી પ્રદેશ કાર્યાલય સુધી ઠેકાણે-ઠેકાણે સ્વાગત માટે નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. બપોરે લગભગ ૧૨.૦૦વાગ્યા આસપાસ પ્રિયંકા લખનૌના અમૌસી એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. કોંગ્રેસ હેડક્વાર્ટર્સ સુધી ૧૪ કિલોમીટરના ગ્રાન્ડ રોડ શો બાદ પ્રિયંકા ભાઈ રાહુલ સાથે એક સંયુકત પત્રકાર પરિષદને સંબોધશે. ત્યારબાદ તેઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને મળશે અને સાંજે લગભગ ૫.૧૫ કલાકે રાજીવ ગાંધી સભાગૃહનું લોકાપર્ણ કરશે.

પ્રિયંકા ‘મિશન યુપી’ હેઠળ આજથી ૧૪ ફેબ્રુઆરી સુધી લોકસભા બેઠક દીઠ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દરેક લોકસભા ક્ષેત્ર માટે એક-એક કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પક્ષના નેતાઓનો દાવો છે કે, પ્રિયંકા રોજ અંદાજે ૧૩ કલાક કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે. ૪૨ લોકસભા બેઠકોની સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહેશે. પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, પ્રમોદ તિવારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા નવ ફેબ્રુઆરીએ જ લખનૌ પહોંચી ગયા છે.

માલ એવન્યુ સ્થિત કોંગ્રેસ કાર્યાલયને ચાર મહિનામાં રિનોવેટ કરી દેવામાં આવ્યું છે. લાઈટિંગ અને બેસવાની વ્યવસ્થા સાવ નવી કરી દેવામાં આવી છે. મીડિયા સેન્ટરની ક્ષમતા ૩૦૦થી વધારીને એક હાજર કરી દેવામાં આવી છે. આજે પ્રિયંકાનો રોડ શો કાનપુર રોડ, અવધ હોસ્પિટલ ચાર રસ્તા, આલમબાગ ચાર રસ્તા, નત્થા હોટલ ત્રણ રસ્તા (ચારબાગ), હુસૈનગંજ, બર્લિંગટન ચાર રસ્તા, ઓડિયન સિનેમા, કેસરબાગ ચાર રસ્તા, લાલબાગ થઈને હજરતગંજ પહોંચશે.

આ દરમિયાન લગભગ ૩૦ સ્થળોએ પ્રિયંકા-રાહુલનું સ્વાગત કરવામાં આવશે. પ્રિયંકા તેમના રોડ શો દરમિયાન મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરશે.

ભાજપના નેતાનો આકરો કટાક્ષ: ‘બેટી કો લાઓ, બેટે કો બચાઓ’ કોંગ્રેસનો નવો નારોઃ
ઉત્તરપ્રદેશના સ્વાસ્થ્ય પ્રધાન સિદ્ધાર્થનાથસિંહે લોકસભા ચૂંટણી પહેલાં પ્રિયંકા ગાંધી વાડરાને મેદાનમાં ઉતારવાના નિર્ણય બદલ કોંગ્રેસ પર આકરો કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે આપણા વડા પ્રધાન કહે છે કે, ‘બેટી બચાઓ, બેટી પઢાઓ.’ બીજી તરફ કોંગ્રેસનો નારો છે કે, ‘બેટી કો લાઓ, બેટે કો બચાઓ.’

પ્રિયંકાને મહાસચિવ બનાવવા એ કોંગ્રેસનો આંતરિક મુદ્દો છે અને ભાજપ તેમના યુપીની રાજનીતિમાં ઊતરવાથી બિલકુલ ચિંતિત નથી. આ અગાઉ ભાજપના સાંસદ હરીશ દ્વિવેદીએ પ્રિયંકા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીની જેમ પ્રિયંકા ગાંધી વાડરા પણ નિષ્ફળ છે, જ્યારે તેઓ દિલ્હીમાં રહે છે ત્યારે ‌જિન્સ અને ટોપ પહેરે છે અને જ્યારે લોકો વચ્ચે જાય છે ત્યારે સાડી પહેરી સિંદૂર લગાવે છે.

You might also like
728_90