કોંગ્રેસમાં હવે પ્રિયંકા ગાંધીની બોલબાલા વધી

કોંગ્રેસમાં હવે પ્રિયંકા ગાંધીની બોલબાલા વધવા લાગી છે. કોંગ્રેસી નેતાગણ તેમના આ નવા નેતાને આશ્ચર્યની મુદ્રા સાથે એક નવા અવતારમાં જોઈ રહ્યા છે. તાજેતરમાં પક્ષની એક બેઠકમાં પ્રિયંકાએ પોતાના શાર્પ લોજિક દ્વારા એક તબક્કે ભાઈ રાહુલ ગાંધીને પણ મૌન કરી દીધા હતા. પક્ષની એ મહત્ત્વની બેઠકમાં ઉત્તરપ્રદેશના પ્રભારી ગુલામ નબી આઝાદની હાજરીમાં રાહુલે એવી સ્પષ્ટતા કરી હતી કે, તેઓ શીલા દીક્ષિતને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની તરફેણમાં નથી તેમ સંજયસિંહને પણ ચૂંટણીની કોઈ મહત્ત્વની જવાબદારી આપવા બાબતે તેઓ ઉત્સાહિત નથી. એ જ રીતે રાહુલ રાજ બબ્બરના સ્થાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદે રાજારામ પાલને નિયુક્ત કરવા ઇચ્છતા હતા.

રાહુલનો અભિપ્રાય એવો હતો કે શીલા દીક્ષિત ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલાં છે, એ સ્થિતિમાં ભાજપ તેમના પર આસાનીથી પ્રહાર કરી શકશે. બીજી બાજુ પ્રિયંકા ગાંધી અને પ્રશાંત કિશોર એવા મતના હતાં કે, શીલા દીક્ષિતનો ચહેરો આગળ કરવાથી રાજ્યની ર૯ ટકા બ્રાહ્મણ મતબેંકમાં ફાચર મારી શકાશે. સાથો સાથ મુસ્લિમ અને દલિત મતોને પણ આકર્ષી શકાશે. પક્ષને સો બેઠકો મળે તોપણ સત્તાની દાવેદારી કરી શકાશે.

You might also like