પ્રિયંકાએ પણ 2-3 વખત કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

મુંબઇ : અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીની આત્મહત્યા બાદ બોલિવુડ સુપરસ્ટાર પ્રિયંકા ચોપડા અંગે પણ ચોકાવનારો ખુલાસો થયો છે. તેનાં પૂર્વ સેક્રેટરી પ્રકાઝ જાજુએ દાવો કર્યે કે પ્રિયંકાએ પણ 2-3 વાર આત્મહત્યા કરવાનાં પ્રયાસ કર્યા હતા. જાજુએ ટ્વીટ કરીને કહ્યું કે પ્રિયંકા ચોપડા ભલે મજબુત લાગી રહી હોય પરંતુ સંધર્ષનાં દિવસોમાં તે પણ ખુબ જ અસુરક્ષીત હતી. તેણે 2-3 વાર આત્મહત્યા કરવા માટેનાં પ્રયાસો પણ કર્યા હતા જો કે મે તેને તેવુ કરતા અટકાવી હતી.
પ્રકાશ જાજુએ સોશ્ય નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું કે પ્રિયંકા ચોપડા પણ પોતાનાં સ્ટ્રગલ દરમિયાન ખુબ જ નબળી પડી જતી હતી. આ દરમિયાને તેણે 2-3 વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી તેમણે દાવો કર્યો કે પ્રિયંકા અને તેનાં પુર્વ બોયફ્રેંડ આસિમ મર્ચન્ટ વચ્ચે ખુબ જ ઝગડાઓ થતા હતા. ઝગડાઓ થયતા બાદ પ્રિયંકા મોડી રાત સુધી પ્રકાશને ફોન કરીને રડતી રહેતી હતી.
પ્રિયંકાનાં પૂર્વ મેનેજરનાં અનુસાર એક વાર પ્રિયંકા ઝગડો થયા બાદ આત્મહત્યા કરવા માટે પોતાની ગાડી લઇને વસઇ જતી રહી હતી. જો કે મે તેને તેવુ કરતા અટકાવી હતી. પ્રકાશે ટ્વીટ કર્યું કે અસીમની માંની ખુબ જ નજીક રહેલી પ્રિયંકાએ વર્ષ 2002માં તેમનાં મૃત્યુ બાદ બિલ્ડિંગની બાલ્કનીમાંથી કુદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લખ્યું કે ત્યાર બાદ ફ્લેટની તમામ બારીઓમાં ગ્રીલ લગાવવા સુધી તેને ખુરશી સાથે બાંધીને રાખી હતી.

You might also like