પ્રિયંકાની એક દિવસની ફી સાંભળીને થઇ જશો હેરાન

મુંબઇ: બી ટાઉનની ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપડાના સ્ટાર્સ હાલમાં ટોચ પર છે. બોલીવુડથી લઇને હોલીવુડ સુધી તેના નામની ચર્ચા થઇ રહી છે. શું તમને અંદાજો પણ છે કે પ્રિયંકા ચોપડાની એક દિવસની ફી કેટલી છે? આ રકમ સાંભળીને તમે હેરાન થઇ જશો. મળતી માહિતી અનુસાર પ્રિયંકાએ એક એડ કેમ્પેન માટે એક દિવસનો 1.5 કરોડની ફી લીધી છે.

પ્રિયંકા ચોપરા આસામ ટૂરિઝમને પ્રમોટ કરવા માટે પ્રત્યેક દિવસના ૧.૫ કરોડ પેટે ૧૦ દિવસના રૂ.૧૫ કરોડ લેશે. આ કેમ્પેઇન માટે પહેલાં સચિન તેડુંલકરનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ ફિલ્મ મેરી કોમ બાદ આસામમાં પ્રિયંકાની વધેલી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેને આ પ્રોજેક્ટ માટે પસંદ કરવામાં આવી છે.

જો કે હાલમાં પ્રિયંકા પોતાના હોલીવુડ પ્રોજેક્ટમાં ઘણી વ્યસ્ત છે. ક્વોન્ટિકોની આગળની સિઝનને લઇને બેવોચ પણ પ્રયંકાની મળી ગઇ છે. ત્યાં તેને પ્રિયંકાના પર્ફોમન્સને સારો રિરપોન્સ મળ્યો છે, પરંતુ ભારતમાં પણ તેના ચાહકોએ તેના વખાણ કર્યા.

You might also like