સમય મળશે ત્યારે લગ્ન કરશે પ્રિયંકા

પ્રિયંકા ચોપરા પાસે હાલમાં લગ્ન કરવાનો સમય નથી, કેમ કે તે ખૂબ જ વ્યસ્ત છે. તેને હંમેશાં એ સવાલનો સામનો કરવો પડે છે કે તે લગ્ન ક્યારે કરશે. તેણે જોકે આ સવાલનો જવાબ હજુ સુધી આપ્યો નથી, પરંતુ હાલમાં તો તેની પાસે સહેજ પણ સમય નથી તે દેખીતી વાત છે. પ્રિયંકાની માતા મધુ ચોપરા કહે છે કે જ્યારે પણ પ્રિયંકા પાસે સમય હશે ત્યારે તે લગ્ન કરી લેશે. પ્રિયંકાની લગ્નની ઉંમર થઇ ગઇ હોવાથી તેણે લગ્ન કરી લેવાં જોઇએ. એ લોજિક બહુ બેકાર છે તેવું મધુ ચોપરાએ જણાવ્યું.
મધુ કહે છે કે આજકાલ હું ઘણાં બધાં લગ્ન તૂટતાં જોઇ રહી છું. લોકો પાસે એકબીજાને આપવા માટે સમય નથી. તેથી તેમના સંબંધો મજબૂત બની શકતા નથી. પ્રિયંકા એવું નહીં કરે, જ્યારે તેની પાસે ભરપૂર સમય હશે ત્યારે જ તે લગ્ન કરશે, કેમ કે તે દરેક કામને પોતાના ૧૦૦ ટકા આપે છે, તેથી જ્યારે તેને સંબંધો અને જવાબદારીઓ નિભાવવાનો સમય મળશે ત્યારે તે લગ્ન કરી લેશે.

પ્રિયંકાની હમ ઉમ્ર અભિનેત્રીઓમાં દીપિકા પદુકોણ રણવીરસિંહ સાથેના રોમાન્સમાં વ્યસ્ત છે. કેટરીના કૈફ હંમેશાં આ બાબતમાં વ્યસ્ત રહી છે, જ્યારે પ્રિયંકા એકલી છે, તેના રોમાન્સની છૂટક ખબર સામે આવતી હતી, પરંતુ તે કોઇ પણ વ્યક્તિને લઇને ગંભીર નથી. પ્રિયંકા કહે છે કે હાલમાં હું એકલી છું અને મારા કામની મજા લઇ રહી છું. લગ્ન અને પ્રેમ જ્યારે થવાનાં હશે ત્યારે થઇ જશે. •

You might also like