પ્રિયંકા ચોપડાને બીજી વખત મળ્યો પીપલ્સ ચોઇઝ એવોર્ડ

મુંબઇઃ પ્રિયંકા ચોપરાને ટીવી શો ‘ક્વાન્ટિકો’ માટે બીજી વખત પીપલ્સ ચોઇઝ એવોર્ડ આપવામાં આવ્યો છે. અભિનેત્રી એલન પોમ્પિઓ અને વિયોલા ડેવિઝને પાછળ પાળીને તેણે ફેવરીટ ડ્રામેટિક ટીવી એક્ટરનો ખિતાબ પોતાને નામ કરી લીધો છે. વિજેતા જાહેર થતા બાદ પ્રિયંકા ચોપરા પોતાની મા મધુ ચોપરાને ગળે ભેટી હતી અને ત્યાર બાદ તે પુરસ્કાર લેવા માટે મંચ ઉપર ગઇ હતી.

પ્રિયંકાએ એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ તેના કો સ્ટાર્સ અને નોમિનેટ થયેલ અન્ય અભિનેત્રીઓનો આભાર માન્યો હતો. સાથે જ પોતાના ફેન્સનો પણ આભાર માન્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે શો સોમવારથી બતાવવામાં આવશે. પ્રિયંકાએ આ પ્રસંગે એક વીડિયો શેર કરીને વોટિંગ કરનાર લોકોને થેક્સ કહ્યું છે. પ્રિયંકાએ વીડિયોમાં લખ્યું છે કે આ બધુ તમારા વગર શક્ય ન હતું. તમને બધાને ખૂબ જ પ્રેમ. પ્રિયંકા સિવાય 2017 પીપલ ચોઇસ એવોર્ડમાં ભારતીય મૂળની લિલી સિંહ ફેવરીટ યૂટ્યુબ સ્ટારની ક્ષેણીમાં નોમેનિટ થઇ હતી.

http://sambhaavnews.com/

You might also like