ઓસ્કારમાં છવાઇ પ્રિયંકા ચોપરા

અમેરિકામાં લોસ એન્જલસમાં દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ સમારોહમાં બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ હાજરી આપી છે. વ્હાઇટ ગાઉનમાં રેડ કાર્પેટ પર ઉતરેલી પ્રિયંકા ચોપરા આ સમારોહમાં હાજરી આપીને  પ્રિન્સેસ જેવો અનુભવ કરી રહી છે.  હોલિવુડના એક્ટ્રેસની વાત કરીએ તો આ સમારોહમાં મોડલ ડોરિથ માઉસ, એક્ટ્રેસ ક્લોએ પિરી, સ્ક્રીન રાઇટર ફ્લિસ નેગી, એક્ટર અબ્રાહમ અતાહ સહિતના અનેક હોલિવૂડ સ્ટાર્સે સેરેમનીમાં હાજરી આપી.

સમારોહમાં પ્રથમ એવોર્ડ ‘સ્પોટલાઇટ’ને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લે માટે મળ્યો છે, જે ચાર્લિઝ થેરોને પ્રેજેન્ટ કર્યો. જ્યારે બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીન પ્લેનો એવોર્ડ ‘ધ બિગ શોર્ટ’ને, અલિસીયા વિકાન્દરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે.  બેસ્ટ ઓરિઝિનલ સ્ક્રિનપ્લે ટોમ મેકેર્થી અને જોશ સિંગર (ફિલ્મ ‘સ્પોટલાઇટ’)ને મળ્યો છે.   બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રિનપ્લે ચાર્લ્સ રેન્ડોલ્ફ એડમ મેકે (ફિલ્મ ‘ધ બિગ શોર્ટ’),  બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એલિસિયા વિકાન્દર (ફિલ્મ ‘ડેનિશ ગર્લ’), બેસ્ટ કોસ્યૂમ ડિઝાઇનર જેની બીવાન (ફિલ્મ ‘મેડ મેક્સ-ફ્યૂરી રોડ’),  બેસ્ટ સિનેમેટોગ્રાફી રસેલ મેક એડમ્સ (ફિલ્મ ‘ધ રેવેનેન્ટ’),  બેસ્ટ એડિટિંગ માર્ગરેટ સિક્સલ (ફિલ્મ ‘મેડ મેક્સ-ફ્યૂરી રોડ’), બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ ‘મેડ મેક્સ-ફ્યૂરી રોડ’, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ‘મેડ મેક્સ-ફ્યૂરી રોડ’, બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ ‘બેયર સ્ટોરી’, બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મઃ ‘ઇનસાઇડ આઉટ’ને એવોર્ડ મળ્યા છે.

લિયોનાર્ડો ડિકેપ્રિયોની ફિલ્મ ‘ધ રેવનેન્ટ’ને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, અને બેસ્ટ ડાયરેક્ટર જેવી કેટેગરીમાં સ્થાન મળ્યું છે.  જ્યારે ‘મેડ મેક્સફયુરી રોડ’ને 10 કેટેગરીમાં નોમિનેશન કરવામાં આવી છે. સ્પેસ ડ્રામા ‘ધ માર્શિયન’ સાત કેટેગરીમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. જ્યારે ‘કૈરલ’ અને ‘સ્પૉટ લાઇટ’ છ-છ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. વાત બેસ્ટ ફિલ્મની કરીએ તો ‘ધ રેવનેન્ટ’ની સાથે ‘મેડ મેક્સ’ને બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. આ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવેલી બીજી ફિલ્મોમાં ‘બ્રિજ ઓફ સ્પાઇઝ’, ‘બ્રુકલિન’, ‘ધ માર્શિયન’, ‘રૂમ’, ‘બિગ શોર્ટ’ અને ‘સ્પૉટ લાઇટ’છે. આ વખતે ઓસ્કાર સેરેમનીને હોલિવુડ એક્ટર અને કોમેડિયન ક્રિસ રોક હોસ્ટ  કરી રહ્યાં છે. આ પહેલાં તેમણે 2005માં આ સેરેમની હોસ્ટ  કરી હતી. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી ભારતમાંથી 48 ફિલ્મો ઓસ્કાર માટે મોકલવામાં આવી છે. આ વર્ષે ભારત તરફથી વિદેશી ફિલ્મ કેટેગરીમાં મરાઠી ફિલ્મ “કોર્ટ” મોકલવામાં આવી હતી પરંતુ તે છેલ્લી પાંચ ફિલ્મોમાં સ્થાન પ્રાપ્ત કરી શકી ન હતી.

You might also like