‘સ્કિન કલરના કારણે મારે ફિલ્મ ગુમાવવી પડી હતી’

પ્રિયંકા ચોપરા આજ-કાલ હોલીવૂડમાં મોટી સેલેબ્રિટી તરીકે જાણીતી છે. ટીવી સીરિઝ સિવાય હોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કરી તેના અભિનયને વિશ્વ સ્તરે લઇ ગઈ છે, પરંતુ તાજેતરમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો છે કે, હોલીવુડમાં રંગભેદના કારણે તેણે ફિલ્મ ન મળી.

તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ હોલીવૂડમાં રંગભેદનો સામનો કરવાની વાત કાબુલી હતી. પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, ”છેલ્લા વર્ષે મેં મારી સ્કિન કલરના કારણે એક હોલીવૂડ ફિલ્મમાં કામ કરવાની તક ગુમાવી હતી, અને આ કારણથી હું ખૂબ નિરાશ પણ થઇ હતી.”

પ્રિયંકાએ આગળ જણાવ્યું હતું કે, ”સ્ટુડિયોથી કોઈએ મારા મેનેજરને ફોન કરીને કહ્યું કે, ”તેની ફિજીકૈલીટી સારી નથી” તેનો અર્થ મને પણ સમજાયો ન હતો, ત્યારબાદ મારા મેનેજરે જણાવ્યું કે, ”તેમને ફિલ્મ માટે બ્રાઉન ચહેરાની જરૂર નથી”

પ્રિયંકાને બાળપણમાં પણ રંગભેદનો ભોગ બનવું પડ્યું હતું, જેના અંગે તે પહેલા પણ જણાવી ચૂકી છે. પ્રિયંકાએ તેના અભ્યાસ માટે USની એક શાળામાં પ્રવેશ મેળવ્યો તે સમય દરમિયાન તેને રંગભેદનો સામનો કરવો પડ્યો હતો.

વધુમાં પ્રિયંકાએ જણાવ્યું હતું કે, “જ્યારે હું 12 વર્ષની હતી ત્યારે અમેરિકામાં અભ્યાસ માટે ગઈ હતી, પરંતુ અમેરિકાના લોકો દ્વારા કરવામાં આવતી રંગભેદની ટિપ્પણીઓના કારણે મારે પરત ભારત આવવું પડ્યું હતું”.

બાળપણ વિષે વાત કરતા તેણે જણાવ્યું કે, જ્યારે હું શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે બધા મને ‘બ્રાઉની’ કહીને બોલાવતા હતા. અમેરિકાના લોકો કહે છે કે, ”આપણે ભારતીયો માથું હલાવીને વાત કરીયે છીએ, ત્યાં મજાક ઉડાવવામાં આવે છે. આપણે ઘરે જે રસોઇ બનાવીએ છીએ તે ખોરાકની સુગંધની મજાક ઉડાવવામાં આવે છે. આવા મેણાં ટોણાથી થાકીને હું અમેરિકા છોડી પાછી ભારત આવી હતી.”

You might also like