પ્રિયંકા ચોપડાએ શેર કર્યું ‘ક્વોન્ટિકો સીઝન 2’નું પોસ્ટર

પ્રિયંકા ચોપડાએ શેર કર્યું ‘ક્વોન્ટિકો સીઝન-2’નું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. હાલમાં તે ન્યૂયોર્કમાં શો ના શૂટિંગમાં વ્યસ્ત છે.

તે શોમાં સીઆઇએ ઓફિસર એલેક્સ પેરિશના પાત્રમાં જોવા મળશે. ગત સિઝનમાં જ્યાં તેને એફબીઆઇથી નિકાળવામાં આવી હતી પરંતુ સિઝનના અંતમાં તેને પોતાના દેશની સેવા કરવામાં એક વધારે મોકો આપવામાં આવ્યોહતો, જેના માટે તેને સીઆઇએમાં કામ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


જ્યારે સિઝન 2 શરૂ થશે ત્યારે એલેક્સ પોતાને સીઆઇએના ખાનગી ટ્રેનિંગ સેન્ટર ધ ફાર્મમાં જોવા મળશે. આ વખતે નવી એજન્સી સાથે તેના જોખમનું પ્રામણ પણ વધી જશે અને એવા ષડયંત્રનો મુકાબલો કરવો પડશે જેનાથી ફક્ત દેશના લાખો લોકોના જીવ ખતરામાં નથી પરંતુ દુનિયાના કરોડો લોકો ખતરામાં છે. આ વખતે ફરીથી સનસનીખેજ સ્ટોરી અને જોરદાર અભિનય સાથે પરત ફરનારી છે.

You might also like