પ્રિયંકા ચોપડાએ ‘બેવોચ’નું હેલોવીન સ્પેશિયલ પોસ્ટર કર્યું રિલીઝ

લોસ એન્જલસ: પ્રિયંકા ચોપડા ‘બેવોચ’થી હોલીવુડમાં એન્ટ્રી લઇ રહી છે. તેને 31 ઓક્ટોબરે ટ્વિટર પર ફિલ્મનું હેલોવીન સ્પેશિયલ પોસ્ટર રજૂ કર્યું હતું. તેને કેપ્શન આપ્યું, ‘मैं आपको देख रही हूं. #BooWatch #BeBad @baywatchmovie सबको हैपी हैलोवीन.’

પોસ્ટરમાં પ્રિયંકાએ બ્લેક વન શોલ્ડર હાઇ સ્લિટ ગાઉન પહેર્યું છે. પ્રિયંકાની ડ્રેસમાં ચામાચિડીયાની પાંખો પણ લાગેલી છે. તેના હોઠમાં એક બાજુથી લોહી નિકળતું જોવા મળી રહ્યું છે. કુલ મળીને પ્રિયંકાની બેડ ગર્લની છાપ આ પોસ્ટરથી સામે આવી છે. ‘બેવોચ’માં પ્રિયંકાની સાથે જેક એફ્રોન, ડ્વેન જોનસન, એલેક્ઝએડ્રિંયા, જોન બાસ જોવા મળી રહ્યા છે. ફિલ્મનું મુખ્ય પોસટર જુલાઇમાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને એમાં ફિલ્મના દરેક પાત્રને દેખાડવામાં આવ્યા હતા. ફિલ્મ આવતાં વર્ષે 19 મે ના રોજ રિલીઝ થશે.


પ્રિયંકા હાલમાં અમેરિકાની ટીવી સિરીઝ ‘કવોન્ટિકો 2’માં જોવા મળી રહી છે.

You might also like