પ્રિંસ હેરી-મેગન માર્કલના લગ્ન જોઈ ભાવુક થઈ પ્રિયંકા ચોપરા, લખ્યો પત્ર

પ્રિયંકા ચોપડા તેની મિત્ર મેગન માર્કલના લગ્નમાં હાજરી આપવા લંડન પહોંચી હતી. આ શાહી લગ્નમાં પ્રિયંકા ડિફરન્ટ અવતારમાં જોવા મળી હતી અને તેના ફોટોઝ સોશ્યિલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા છે.

લગ્નમાં શામેલ થવા ઉપરાંત પ્રિયંકાએ સોશ્યિલ મીડિયા પર પણ મેગન અને પ્રિન્સ હેરીને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેની આ પોસ્ટને 9 કલાકની અંદર 12 લાખથી વધુ લોકોએ લાઈક કર્યું છે.

પ્રિયંકાએ પ્રિન્સ હેરી અને મેગન માર્કલનો એક સુંદર ફોટો અપલોડ કર્યો છે, જેમાં પ્રિન્સ હેરીએ મેગનનો હાથ પકડ્યો છે. આ ફોટો સાથે પ્રિયંકાએ લખ્યું – દરેક વ્યક્તિની જીવનમાં કોઈ પળ એવા આવે છે જ્યારે સમય અટકી જાય છે … આજે મારી સાથે આવું જ થયું … તુ મારા મિત્ર … આકર્ષણ, પ્રેમ અને સુંદરતાનો પ્રતીક બની હતી.

આ લગ્ન માટે તમે બંને દ્વારા પસંદ કરવામાં આવેલી વસ્તુઓ ઈતિહાસ બનાવશે એટલે નહીં કે તમે આજે લગ્નના સુંદર બંધનમાં બંધાયા છો પણ એટલે કારણ કે તમારા લગ્ન અતુલ્ય પરિવર્તન અને આશાનું પ્રતીક છે.

પ્રિયંકાએ આગળ લખ્યું- વિશ્વ આ બન્ને વસ્તુઓને દિલથી ચાહે છે. આ સુંદર ફોટો માટે આભાર … મારી આંખોની સામે મેં તમને બંનેને એક થયા જોયા અને તમારા પ્રેમનો આશીર્વાદ મેળવીને હું ખૂબ ખુશ છું … અને થોડુ રડી પણ લીધું.

હું આશા કરું છું કે તમે બંને હંમેશાં ખુશ રહો અને સાથે રહો.

You might also like