હાલમાં લગ્નનો ઇરાદો નથી: પ્રિયંકા ચોપરા

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એક્ટિંગની સાથે નિર્માણમાં પણ ઊતરી ચૂકી છે. તેના ખુદના પ્રોડક્શન હાઉસ પર્પલ પેબલ પિક્ચર્સ અંતર્ગત રાજેશ માપુસ્કરના નિર્દેશનમાં બનેલી મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ બનાવી. અા ફિલ્મને ખૂબ જ પ્રશંસા મળી. એક નિર્માત્રીના રૂપમાં ક્ષેત્રિય ફિલ્મો પર તે જોર અાપી રહી છે. મરાઠી બાદ તેણે પંજાબી ફિલ્મ ‘સરવન’ બનાવી, પરંતુ નોટબંધીના કારણે અા ફિલ્મ કોઈ ખાસ કમાલ ન કરી શકી. હવે તે રવીન્દ્રનાથ ટાગોરની કહાણી પર અાધારિત બંગાળી ફિલ્મ શરૂ કરવા જઈ રહી છે.

પ્રિયંકાનો હાલમાં લગ્નનો કોઈ ઇરાદો નથી.
તે ફિલ્મોમાં ખૂબ જ કામ કરવા ઇચ્છે છે. તેનું માનવું છે કે તેને સક્સેસ જોઈઅે તો તેની સામે ગમે તેવી પરેશાનીઅો અાવે, પરંતુ તે મંજિલ મેળવીને રહે છે. તે પરેશાનીઅોના કારણે ક્યારેય દુઃખી થતી નથી. કોઈ પણ મુશ્કેલીને તે પોતાના પર હાવી થવા દેતી નથી. તે કહે છે કે હું પહેલી વાર મુંબઈ અાવી ત્યારે મારા માટે અા શહેર એકદમ નવું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિને હું અોળખતી પણ ન હતી. મને જે કાંઈ મળ્યું તેમાં કોઈઅે મને મદદ કરી નથી. દુનિયાભરના પ્રશંસકોનો મને ખૂબ જ પ્રેમ મળ્યો છે. લોકોના પ્રેમે મને વધુ સારું બનવાની તાકાત અાપી. મારા ફેન્સના કારણે જ હું અાજે ફિલ્મ અને ફિલ્મ પોસ્ટરમાં જોવા મળું છું. •
http://sambhaavnews.com/

You might also like