આ બોલીવુડ સ્ટાર પણ રિલાયન્સ જિયો ખરીદવાની હોડમાં

મુંબઇ: રિલાયન્સનું જિયો 4G સિમને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે. રિલાયન્સે આ સિમના માધ્યમથી સૌથી સસ્તા ઇન્ટરનેટ અને અન્ય સેવાઓ આપવાનો દાવો કર્યો છે, આ સિમ માટે અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું કથિત આવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યું છે.

સોશિયલ મીડિયા પર આ વિશે કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાનું આ આવેદન ટેલિકોમ કંપનીએ સાર્વજનિક કર્યું છે. જો કે નિયમોના અનુસાર ટેલિકોમ કંપનીઓ કોઇપણ ગ્રાહકની અંગત જાણકારી સાર્વજનિક કરી ન શકે. જો કે જિયો માટે એપ્લાઇ કરવામાં આવેલું ખરેખર પ્રિયંકાનું જ છે, તે અંગે હજુ સુધી પુષ્ટિ થઇ નથી.

શું છે ફોર્મમાં
આ ફોર્મમાં પ્રિયંકાનું નામ, તેમનું એડ્રેસ, પાન નંબર, પાસપોર્ટ નંબર જેવી મહત્વપૂર્ણ જાણકારીઓ ભરેલી જોવા મળે છે. પ્રિયંકાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ લાગેલો છે. એ પણ જણાવી દઇએ કે જિયોની લોન્ચિંગ પર પ્રિયંકાએ શુભેચ્છા પાઠવતાં એક ટ્વિટ કરી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે રિલાયન્સ ટીમ, મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ દેશને બદલી નાખ્યો છે.

જુઓ, શું કહી રહ્યાં છે ફેસબુક યૂજર
ફેસબુક પર એક યૂઝરે લખ્યું છે કે રિલાયન્સ જિયોન કર્મચારીએ આ ફોર્મ લીક કર્યું છે. જો કે આ ફોર્મની સત્યતાની પુષ્ટિ થઇ શકી નથી. યૂજરે પોતાની પ્રાઇવેસીને લઇને પણ ચિંતા વ્યક્ત કરી છે.

You might also like