‘ક્વોન્ટિકો’ ના સેટ પર ઘાયલ થઇ પ્રિયંકા ચોપડા

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા એના ટીવી શો ક્વોન્ટિકોના સેટ પર શૂટિંગ દરમિયાન ઘાયલ થઇ ગઇ છે. ઇજા પહોંચ્યા બાદ પ્રિયંકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં પ્રિયંકા આરામ કરી રહી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ક્લોન્ટિકોનું શૂટિંગ કરતી વખતે પ્રિયંકાને ઇજા પહોંચી. પ્રિયંકાને તરત જ હોસ્પિલમાં લઇ જવામાં આવી, ત્યાં તેની સારવાર કરાવ્યા બાદ રજા આપવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલમાં એ આરામ કરી રહી છે અને એક બે દિવસમાં કામ પર પરત ફરશે.

34 વર્ષીય અભિનેત્રીને હવે હોસ્પિટલમાંથી રજા મળી ગઇ છે. સૂત્રોએ જણાવ્યું કે સામાન્ય ઇજા છે અને પ્રિયંકાના સ્વાસ્થ્યને કોઇ પણ પ્રકારનો ખતરો નથી. પ્રિયંકા ગુરુવારે એક સ્ટન્ટ સીનના શૂટિંગ દરમિયાન પડી ગઇ હતી. જેના કારણે એ ઘાયલ થઇ ગઇ હતી. ડોક્ટરે ઇજાને સામાન્ય ગણાવતાં થોડાક દિવસ આરામ કરવાનું કહ્યું છે.

You might also like