નાનીની અંતિમ ઈચ્છા પણ પૂરી ન કરી શકી પ્રિયંકા

પટણા: પ્રિયંકા ચોપરા પોતાની નાનીની અંતિમ ઈચ્છા પૂરી કરી શકી નથી. અા ખુલાસો અભિનેત્રીએ ગઈ કાલે પટણામાં કર્યો. પ્રિયંકાએ જણાવ્યું કે તે પોતાની નાનીના અંતિમ સંસ્કાર માટે કેરળ ગઈ હતી, પરંતુ ત્યાંના ચર્ચે તેને નાનીને દફનાવવાની પરવાનગી ન અાપી. ચર્ચનું અા પગલું અત્યંત ખરાબ હતું. બાદમાં તેમને બીજાં કબ્રસ્તાનમાં દફનાવવામાં અાવ્યાં. ઉલ્લેખનીય છે કે પ્રિયંકાની નાનીનું ત્રણ જૂને નિધન થયું હતું. તે ૯૪ વર્ષનાં હતાં.

પ્રિયંકા ચોપરાની નાની મધુ જયોત્સના અખોરીનું અસલી નામ મેરી જોન હતું. તે લગ્ન પહેલાં ક્રિશ્ચિયન હતાં. લાંબી બીમારી બાદ ત્રણ જૂનના રોજ તેમનું નિધન થયું. નાનીની અાખરી ઈચ્છા પૂરી કરવા માટે પ્રિયંકા પરિવાર સાથે કેરળના કોટ્ટયમમાં તેનાં હોમ ટાઉન હુમારાકોમ અંતિમ સંસ્કાર માટે પહોંચી અહીંના સેન્ટ જોન અષ્ટમંગલમ્ના ચર્ચમાં તેમને દફનાવવાનાં હતાં, પરંતુ ચર્ચ પ્રશાસને પ્રિયંકાના પરિવારને પરવાનગી ન અાપી.

ચર્ચનું કહેવું હતું કે મધુ જ્યોત્સનાએ એક હિંદુ પરિવારમાં લગ્ન કર્યાં અા તેથી ક્રિશ્ચિયન ટ્રેડિશન મુજબ તેમને પરવાનગી ન અાપી શકાય. બીજી તરફ જેકોબાઈટ સિરિયાઈ ક્રિશ્ચિયન ચર્ચ, કોટ્ટાયમના બિશપ થોમસ માર થેમોથિઈસે સેન્ટ જોન અષ્ટમંગલમ્ ચર્ચનાં અા પગલાંને અયોગ્ય ગણાવ્યું. તેમણે કહ્યું કે મધુ જ્યોત્સનાની અાખરી ઈચ્છાને પૂરી ન થવા દેવી માનવતાની વિરુદ્ધ છે.

પ્રિયંકાએ પટણામાં કહ્યું કે ચર્ચનું અા પગલું ખરાબ છે, પરંતુ અમને એ વાત પર ધ્યાન અાપવાની ઈચ્છા નથી. અમારે એ જોવું જોઈએ કે અમે અમારા પરિવારના એક સભ્યને ગુમાવી દીધો છે. તેઓ લાંબા સમયથી જમશેદપુરમાં રહેતાં હતાં.

પ્રિયંકાએ પોતાની નાનીની ૯૪મી બર્થડે પર ઈન્સ્ટ્રાગ્રામ પર બાળપણનો ફોટો શેર કર્યો હતો. ફોટો નીચે કેપ્શન લખ્યો હતો કે હેપી બર્થ ડે નાની, અા ફોટો મને ઘર પર મળ્યો છે.

You might also like