મારે વ્યાયામ-ડાયટિંગની જરૂર નથીઃ પ્રિયંકા ચોપરા

હોલિવૂડ ફિલ્મ ‘બેવોચ’થી આંતરરાષ્ટ્રીય ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારી પ્રિયંકા ચોપરાનું કહેવું છે કે તે અન્ય સ્ટારની જેમ ક્યારેય પણ જિમમાં જઇને પરસેવો વહાવવાની કોશિશ કરતી નથી. તેણે તેનું ફિગર સાચવવા કે નિખારવા માટે ઘણી મહેનત કરવી પડતી નથી, કેમ કે તેને આની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે આ સમુદ્રતટ પર કામ કરનાર જીવરક્ષકોની કહાણી છે, તેથી તેમાં લગભગ તમામ કલાકારો સ્વિમશૂટમાં જોવા મળશે. આ કારણે આ ફિલ્મમાં હીરોઇનોએ જિમમાં જઇને ઘણી મહેનત કરી છે, જેથી એકબીજાથી હોટ દેખાઇ શકે, પરંતુ આ મુદ્દે પ્રિયંકા અલગ સાબિત થઇ.

૩૩ વર્ષીય આ સુંદરીના જણાવ્યા મુજબ તેને વ્યાયામ કરવાનું પસંદ છે, પરંતુ તેનામાં એવા વિશેષ ભારતીય ‌િજન્સ છે કે જેના કારણે તેનું વજન ઝડપથી વધતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો આ ફિગર તેને હેરિડિટીમાં મળેલું છે. તે ગમે તેટલું ખાઇ લે તો પણ તે દુબળી-પાતળી રહે છે. આ ઉપરાંત પ્રિયંકાને જિમમાં જવું ઓછું ગમે છે. તે કહે છે કે મને જ્યારે મારી સાથેના કલાકારો વર્કઆઉટ માટે બોલાવે ત્યારે હું કહું કે મને અડધો કલાક સૂવા દો. હું પેટદર્દ જેવાં બહાનાં પણ બનાવી લઉંં છું. એ કહે છે કે મને ડાયટિંગ પણ પસંદ નથી. હું બધાંથી છુપાઇને બર્ગર પણ ખાઇ લઉં છું. •

You might also like