પ્રિયંકા ચોપરાએ 10 વર્ષ નાના બોયફ્રંડ સાથે સંબંધનો કર્યો ખુલાસો

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના અફેરની વાતો આજકાલ ખુબ ચર્ચાય રહી છે. પ્રિયંકા છેલ્લા કેટલાક દિવસોથી નિક જોનાસ સાથે ઘણા સ્થળોએ સતત દેાઈ રહી છે.

હવે નિક જોનાસે તેના એકાઉન્ટ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે સ્ટેજ શોનું પ્રદર્શન કરી રહ્યો છે.

નિકના સ્ટેજ શો આમ તો કોઈ મોટી વાત નથી. હકીકતમાં, પ્રિયંકા ચોપરાએ નિક જોનાસના ફોટો પર કોમેંટ કરી છે. પ્રિયંકાએ નિકના દિલના ફોટોવાળો ઇમોજી કોમેંટ કરી હતી. આ ઇમોજી પ્રિયંકાના હૃદયની વાત કહી રહી છે.

અગાઉ, પ્રિયંકા નિકના પિતરાઈ કઝીનના લગ્નમાં પણ જોવા મળી હતી. અહીં પણ આ બંને વચ્ચે એક અલગ જ કેમેસ્ટ્રી જોવા મળી હતી. એક સમાચાર અનુસાર, નિક કોઈ પણ સંજોગોમાં પ્રિયંકાને ગુમાવવા માંગતો નથી.

નિક તેની કારકિર્દી સાથે એક સુંદર પત્ની પણ ઈચ્છે છે. તેઓ ટૂંક સમયમાં જ તેમના જીવનમાં કેટલાક નવા સંબંધો રજૂ કરવા માગે છે.

નિકને એવું લાગે છે કે પ્રિયંકા એ જ છોકરી છે. જો સમાચાર માનવામાં આવે તો નિક પ્રિયંકાને ખુશ કરવા માટે કંઈ પણ કરવા તૈયાર છે.

You might also like