પ્રિયંકાએ શેર કર્યાં બ્યુટી સિક્રેટ

એવું લાગે છે કે પ્રિયંકા ચોપરાને પોતાની પહેલી હોલિવૂડ ફિલ્મ ‘બેવોચ’માં વિક્ટોરિયા લીડ્સના પોતાના નેગેટિવ પાત્રની નકારાત્મક ચમક, શૈલી અને આકર્ષણ કંઇક વધુ જ થઇ ગયું છે. હોલિવૂડમાં આ રોલથી ડેબ્યૂ કરવાનું કારણ જણાવતાં તે કહે છે કે આ પાત્રમાં નકારાત્મક આકર્ષણ મને ખૂબ જ પસંદ છે. તે કહે છે કે અમે બધાં થોડાં અઠવાડિયાં પહેલાં શૂટિંગ કરી રહ્યાં હતાં તે ‘બેવોચ’ માટે કેટલાક વધારાના સીન હતા ત્યારે મને અનુભવ થયો કે હું વિક્ટોરિયા લીડ્સના પાત્રને કેટલું મિસ કરી રહી છું. મેં મનમાં જ મારી જાતને કહ્યું કે મારું આ પાત્ર પરદા પર તો વધુ મજેદાર દેખાશે. આ વર્ષે ગરમીમાં ‘બેવોચ’ લોકોનું ખૂબ જ મનોરંજન કરશે. આ ફિલ્મમાં મોટા લોકો માટે પણ ખૂબ જ મસાલો ભર્યો છે.

પ્રિયંકા એક એવી બ્યુટી છે, જેને ફેશન, મેકઅપ અને સુંદરતાની બાબતમાં આદર્શ માનવામાં આવે છે. સ્ટાઇલ સેન્સ અને બ્યુટી ટિપ્સ માટે મોટી સંખ્યામાં છોકરીઓ તેના તરફ જુએ છે. તાજેતરમાં તેણે પોતાનાં બ્યુટી સિક્રેટ પણ શેર કર્યાં છે. તેણે જણાવ્યું કે હું નારિયેળ પાણી અને લીંબુ પાણી ખૂબ જ પીઉંં છું. આ ઉપરાંત હું સનસ્ક્રીન વગર રહી શકતી નથી. તે કહે છે કે જો તમે રોજ નારિયેળ પાણી પીશો તો જાણે કે તમારી જિંદગી બદલાઇ જશે. હું ભલે ગમે તેટલી થાકેલી હોઉંં, પરંતુ સવાર-સાંજ મારા ચહેરાને ક્લીનઝિંગ અને મોશ્યુરાઇઝ કરવાનું ચૂકતી નથી. •
http://sambhaavnews.com/

You might also like