પ્રિયંકાએ ફેન્સની માંગી માંફી

મુંબઇઃ ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ હાલમાં જ લંડનમાં ચાલી રહેલા અમેરિકન ટીવી શો ક્વાંટિકોની બીજી સિઝનને લોન્ચ કરી છે. આ પ્રોજેક્ટને કારણે પ્રિયંકા ઘણા શહેરોમાં ટ્રાવેલ કરી રહી છે. ત્યારે થોડા દિવસ પહેલાં પ્રિયંકા રોમાંટિક સિટી પેરિસમાં પોતાના શોની સીઝનને લોન્ચ કરવા ગઇ હતી.

જ્યાં તે એક પ્રેસ ઇન્ટરવ્યું કરી રહી હતી. ફેન્સ તેમની ફેવરેટ એક્ટરને મળવા માટે ઉત્સાહિત હતા. પ્રિયંકાની એક ઝલક જોવા માટે તેના ફેન્સ આખો દિવસ બહાર રાહ જોતા રહ્યાં હતાં. જ્યારે પ્રિયંકાને આ વાતની જાણ થઇ તો તે તેના ફેન્સને ખૂબ જ પ્રેમથી મળી હતી. સાથે પ્રિયંકાની રાહ જોવા બદલ તેમની માંફી માંગી હતી. પ્રિયંકાએ ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી હતી. પ્રિયંકાએ પેરિસ વિઝિટની ખાસ તસ્વિર ઇન્સાગ્રામ પર શેર કરી છે.

Being Parisian in @_dion_lee_ #fashiondiaries #desigirlinParis

A photo posted by Priyanka Chopra (@priyankachopra) on

You might also like