પ્રિયંકા-નિક પાર્ટી : મુકેશ અંબાણીથી લઇને ભંસાલી સહિત હસ્તીઓ પહોંચી… જુઓ ફોટો

પ્રિયંકા ચોપરાએ નિક જોનસની શનિવારે સવારે સગાઇ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીના દિકરા આકાશની એન્ગેજમેન્ટ પાર્ટીમાં પ્રિયંકા-નિક પણ ખાસ મહેમાન રહ્યા હતા. ત્યારબાદ સાંજે પોસ્ટ એન્ગેજમેન્ટ પાર્ટી રાખવામાં આવી હતી.

જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને વેપાર જગતની જાણીતી હસ્તિઓ સામેલ થઇ હતી. પ્રિયંકા ચોપરાની મમ્મી ડો. મધુ આકર્ષક અંદાજમાં જોવા મળી હતી. જ્યારે દેશના પ્રમુખ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, તેની પત્ની નીતા અને દિકરી ઇશા પણ પ્રિયંકાની પાર્ટીમાં પહોંચ્યા હતા.

આલિયા ભટ્ટ પણ કાળા ડ્રેસમાં આકર્ષક લાગતી હતી. ફિલ્મકાર સંજય લીલા ભણસાળી પણ ઉપસ્થિત રહ્યા હતા. સલમાન ખાનની બહેન અર્પિતા પણ હાજર રહી હતી. જો કે અર્પિતા અને તેના પતિ આયુષ્ય પાર્ટીમાં અલગ-અલગ પહોંચ્યા હતા.

પ્રિયંકાની પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતા લખ્યું કે અપનાવી લીધો, પોતાના પૂરા દિલ અને મનની સાથે. એવો જ ફોટો શેર કરતા નિકે લખ્યું કે ભવિષ્યની મિસેસ જોનસ, મારુ દિલ મારો પ્રેમ. પ્રીતી ઝિંટાએ પણ પીસી અને નિકને શુભેચ્છા લખી.

You might also like