ફિયાન્સ નિક જોનસ સાથે મેક્સિકોમાં વેકેશન માણી રહી છે પ્રિયંકા ચોપરા

મુંબઇ: પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હાલમાં મેક્સિકોમાં રજાઓ મનાવી રહ્યા છે. પોતાના જૂના બિચ માટે જાણીતા મેક્સિકોના કેબો સેન લુકાસમાં સ્પોટ થયા ત્યારે આ લવ બર્ડસનો ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો. આ ફોટોમાં પ્રિયંકા ફલોરલ પ્રિન્ટ ડ્રેસમાં જોવા મળે છે. અન્ય એક ફોટોમાં નિક હોટલમાંથી બહાર આવતો દેખાય છે.

પ્રિયંકા ચોપરાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ હોલિડેઝના કેટલાક ફોટો અને વીડિયો પોસ્ટ કર્યા છે. ઓગસ્ટ-ર૦૧૮માં પ્રિયંકા અને નિક જોનસની રોકા સેરેમની થઇ.

જેમાં નિકના પેરેન્ટસ અને પ્રિયંકાનું ફેેમિલી સામેલ હતું. કેટલીક બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ આ ફંકશનમાં જોવા મળી. બંનેનાં લગ્નનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થયું નથી, પરંતુ એવા સમાચાર છે કે આ બંને ડેસ્ટિનેશન વેડિંગ લોસએન્જલસમાં કરશે.

૧૮ જુલાઇના પ્રિયંકા અને નિકની સગાઇ થઇ હતી. ત્યાર બાદ તેની જાહેરાત કરાઇ. બંનેના એક સાથે ઘણા ફોટો અને વીડિયો વાયરલ થયા હતા. રોકા સેરેમનીમાં ડેનિસ જોનસ અને ડો.મધુના ડાન્સનો વીડિયો પણ વાયરલ થયો.

You might also like