પ્રિયંકા બની મોસ્ટ બેન્કેબલ બેડએસ

એક આંતરરાષ્ટ્રીય મેગેઝિન મેરીક્લેર ઇન્ટરનેશનલે તાજેતરમાં પોતાના કવર પર પ્રિયંકા ચોપરાનો ફોટો પ્રકાશિત કર્યો. મેગેઝિને આ અંકને વિદ્રોહીઓ, જોખમ ઉઠાવનાર દિલદાર લોકો અને સિદ્ધાંતવાદી લોકોને સમર્પિત કર્યો છે. એમ પણ આવા લોકોનું પ્રતિનિધિત્વ પ્રિયંકા કરતાં વધુ કોણ કરી શકે? કેમ કે તેણે સતત પોતાની જાતને સાબિત કરી છે અને દર્શાવ્યું છે કે તેના માટે કંઇ પણ મુશ્કેલી નથી. ગ્લોબલ આઇકોન બની ચૂકેલી પ્રિયંકાને હોલિવૂડની મોસ્ટ બેન્કેબલ બેડએસ (સૌથી ભરોસાપાત્ર બદમાશ) કહેતાં મેગેઝિને ભડકીલા લાલ રંગનાં કપડાંમાં પ્રિયંકાનો ફોટો કવર પર છાપ્યો છે.

ઓસ્કાર અને એમી પુરસ્કારમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી લઇને ટાઇમ મેગેઝિનની વિશ્વની ૧૦૦ સર્વાધિક પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં પ્રિયંકાનું નામ સામેલ રહ્યું છે. પોતાની પ્રતિભા, ઝનૂન અને કામથી દેશમાં સૌથી વધુ મહેનતાણું મેળવનાર અભિનેત્રી બની ચૂકેલી પ્રિયંકા તમામ માટે એક ઉદાહરણ છે. બે વાર પીપલ્સ ચોઇસ એવોર્ડ જીતી ચૂકેલી આ સુંદરી ૧૭ કરતાં પણ વધુ મેગેઝિનના કવર પર છવાયેલી રહી છે. તે ૨૦૧૬માં સૌથી પ્રભાવશાળી મહિલાઓના લિસ્ટમાં પણ સામેલ થઇ હતી. આ આંતરરાષ્ટ્રીય મેગેઝિને પ્રિયંકાને હોલિવૂડની મોસ્ટ બેન્કેબલ બેડએસનો ખિતાબ આપીને જણાવ્યું કે આ દેશી ગર્લ પશ્ચિમી દેશોને કેવી રીતે પોતાની અદાઓના દીવાના બનાવી રહી છે. •

You might also like