પ્રિયંકા ચોપરાની નજર નોર્થ-ઇસ્ટ અને નેપાળ પર

પ્રિયંકા ચોપરાઅે પોતાની એક્ટિંગથી બોલિવૂડમાં નામ કમાયું છે. તેની સાથે-સાથે તે ઇન્ટરનેશનલ લેવલ પર પણ એટલી જ પ્રખ્યાત બની છે. છેલ્લા ઘણા સમયથી તે પોતાના ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ‘ક્વા‌િન્ટકો સિઝન-2’ અને ‘બેવોચ’ને લઈ ચર્ચામાં રહી છે તો રિઝનલ સિનેમામાં તેની એન્ટ્રીને લઈ પણ પ્રશંસાઅો મેળવી છે. પ્રિયંકા હાલમાં પોતાના પ્રોડક્શન હાઉસ ‘પર્પલ પેબલ્સ’ હેઠળ કેટલીક રિઝનલ ફિલ્મો પ્રોડ્યૂસ કરી રહી છે. પ્રિયંકાના પ્રોડક્શન હાઉસમાં બનેલી ભોજપુરી ફિલ્મ ‘બમબમ બોલ રહા હૈ કાશી’ અને મરાઠી ફિલ્મ ‘વે‌િન્ટલેટર’ રિલીઝ થઈ ચૂકી છે તો બીજી તરફ પંજાબી ફિલ્મ ‘સરવન’ને લઈને તૈયારીઅો ચાલુ છે. હવે પ્રિયંકા પોતાના પ્રોડક્શન હાઉસમાં સિક્કિમ-નેપાળી ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહી છે. અા ફિલ્મનું નામ ‘પૌઅા’ હશે.

પ્રિયંકાના પ્રોડક્શન હાઉસનું કામકાજ સંભાળી રહેલી તેની માતા મધુ ચોપરાઅે જાણકારી અાપી છે કે હવે પ્રિયંકા સિક્કિમ અને નેપાળી ફિલ્મ પ્રોડ્યૂસ કરવાની છે. અા ફિલ્મ માતા-િપતા અને બાળકો પર અાધારિત હશે. ફિલ્મમાં દર્શાવાયું છે કે કેવી રીતે સોશિયલ-પોલિટિકલ સમાજમાં પરિસ્થિતિને જોતાં માતા-પિતા બાળકોથી અલગ થઈ જાય છે. અા ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કોઈ સ્થાનિક કલાકારને લેવામાં અાવશે. જ્યારે ફીમેલ લીડ કલાકાર માટે કોઈ બોલિવૂડ અભિનેત્રીને સાઈન કરાશે. પ્રિયંકા જ્યારે ‘મેરી કોમ’ માટે ઉત્તર ભારતની અલગ અલગ જગ્યા પર ગઈ હતી ત્યારે તેને તે જગ્યા અને ત્યાંના લોકો સાથે પ્રેમ થઈ ગયો હતો. તેથી પ્રિયંકા ઇચ્છે છે કે ત્યાંની ફિલ્મોને પ્રમોટ કરે. •
http://sambhaavnews.com/

You might also like