કપડાંથી ધમાલ મચાવવી નથીઃ પ્રિયંકા

ગયા વર્ષે પ્રિયંકા ચોપરાએ હોલિવૂડમાં પોતાની હાજરીનો શાનદાર રીતે અહેસાસ કરાવ્યો, પરંતુ તેનો દાવો છે કે તેને પહેલાંથી જ સ્ટાઇલની સમજ હતી અને અાંતરરાષ્ટ્રીય સ્ટાર બનવા સાથે તેને કોઇ લેવાદેવા નથી. ૩૪ વર્ષીય આ સુંદરીએ જણાવ્યું કે હું સતત વિદેશમાં રહું છું. તેથી અમેરિકાના લોકોએ જાણ્યું કે મારામાં સ્ટાઇલની સમજ છે. હું એવું માનતી નથી કે અચાનક હું સ્ટાઇલિસ્ટ બની ગઇ છું. મારા ખ્યાલથી પહેલાંથી જ મારામાં સ્ટાઇલ હતી. મારા મનમાં પહેલાંથી એવો વિચાર આવતો કે મારાં કપડાં આરામદાયક હોવાં જોઇએ. મને લાગે છે કે જ્યારથી હું અમેરિકા આવી ત્યારથી આ દેશને મારી સ્ટાઇલ અંગે થોડી વધુ જાણ થઇ.

પ્રિયંકા કહે છે કે હું મારા પહેરવેશથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવવા ઇચ્છતી નથી. જે મને ગમે છે તે જ હું પહેરું છું. મારા માટે આરામદાયક હોય તેવાં વસ્ત્રોમાં જ હું સ્ટાઇલિશ દેખાવાનું પસંદ કરું છું. મને ઘણી વાર મારાં કપડાં માટે પ્રશંસા મળી છે, પરંતુ હું તેવા વિચાર સાથે તે પહેરતી નથી. પ્રિયંકાના આ ખુલ્લા વિચારો માત્ર ફેશન સુધી જ સીમિત નથી. થોડા દિવસ પહેલાં કંગના રાણાવત દ્વારા તેના વિશે કરાયેલી એક ટિપ્પણીને તેણે હાસ્યમાં ઉડાવી દીધી હતી. કંગનાએ કહ્યું હતું કે નકલી હાસ્ય માટે પ્રિયંકાને એવોર્ડ મળવો જોઇએ. પ્રિયંકાના દોસ્તોના જણાવ્યા મુજબ તેણે કંગનાની આ વાત પર ટિપ્પણી ન કરી અને તેના પર ફરી તે હસી. તેનું કહેવું હતું કે અમે એક્ટિંગના બિઝનેસમાં છીએ. અહીં રડવાથી લઇને હસવા સુધી બધું એક્ટિંગ જ હોય છે તેમાં કાંઇ ખોટું નથી. •
http://sambhaavnews.com/

You might also like