મારા આર્શીવાદે પ્રિયંકાને બનાવી નંબર-1 હિરોઇન: મુલાયમ સિંહ યાદવ

પટના: સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવનું કહેવું છે કે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા તેમના આર્શીવાદથી જ હિરોઇન બની છે. સૈફઇ મહોત્સવમાં મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે પ્રિયંકા ચોપડાના પિતા ફૌજમાં હતા અને તે દરમિયાન તે રક્ષામંત્રી હતા. મુલાયમે કહ્યું કે એકવાર તેમના મોંઢેથી નિકળી ગયું કે તું મોટી સ્ટાર બનીશ અને તે બની ગયું.

મુલાયમ સિંહે કહ્યું કે પ્રિયંકા ચોપડા તેમના આર્શીવાદના કારણે જ ટોપ હિરોઇન બની છે. મુલાયમ સિંહ આટલું કહેતાં અટક્યા નહી તેમણે આગળ કહ્યું કે ‘હીરો-હીરોઇનને જોવા એ પણ એક કલા છે. કોઇ મામૂલી કલા નથી. અમિતાભ બચ્ચન ક્યાંય જઇ શકે છે? તેમને દેશ-દુનિયાના મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે. અહીં ચાર વખત આવ્યા છે. લોકો કહે છે કે માધુરી દીક્ષિતને કેવી રીતે જોઇશું. તે પણ આવી ગઇ, કોઇ બચ્યું નથી.’

મુલાયમ સિંહે લોકગીતોની પ્રશંસા કરતાં તેમને અસલી ગીતો ગણાવ્યા. મુલાયમ સિંહે કહ્યું કે લોકગીતોને ખતમ થવા ન દેશો. એ જ અસલી ગીત છે. તેમાં અસલી ફિલિંગ્સ છે, તેનાથી અસર પડે છે. મુલાયમ સિંહે આ અવસર પર પોતાની સરકારની પણ પ્રશંસા કરી. મુલાયમ સિંહે કહ્યું કે તેમની સરકારે સાડા ત્રણ લાખ લોકોને રોજગારી આપી. ઘોષણાપત્રમાં જે વાયદા કર્યા હતા તે એક વર્ષ પહેલાં જ કરી ચૂક્યાં છે. 2016 સુધીમાં 24 કલાકની વિજળી આપશે.

પહેલાં દિવસે 2000 સ્કૂલના બાળકોને લોક ધરા નૃત્ય રજૂ કર્યું. પહેલા દિવસની થીમ ‘ગ્રીન યૂપી’, ક્લીન યૂપી’ પર આધારિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે 17 દિવસો સુધી ચાલનાર સૈઇફ મહોત્સવ ‘બોલીવુડ નાઇટ્સ’ માટે ફેઇમ રહ્યું છે. આ વખતે બોલીવુડની પ્રખ્યાત હસ્તીઓ અહીં ભાગ લેશે. જો કે આયોજન કમિટીએ હજુ સુધી આ વાતનો ખુલાસો કર્યો નથી કે કઇ-કઇ હસ્તીઓ પરફોર્મ કરશે. તેનો ખુલાસો બે દિવસ પહેલાં જ કરવામાં આવે છે.

You might also like