જ્યારે પ્રિયંકા અને પરિણિતીએ કર્યો ‘ટિપ ટિપ બરસા પાની’ પર ડાન્સ…

આ દિવસોમાં, ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ વચ્ચેના સંબંધની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ, કેટલાક લોકો ટ્વીટર પર આ સંબંધથી ખુશ ન હતા, પરંતુ નિકે ડિનર પર પ્રિયંકાની માતાને મળવા આવ્યા ત્યારે, યુઝરને તે ખૂબ ગમ્યું હતું.

સોશ્યિલ મીડિયા પર પ્રિયંકા અને નિકની તસવીરો ખુબ વાયરલ હની રહી છે. પ્રિયંકા ગોવામાં તેની બહેન પરિણીતી, ભાઇ સિદ્ધાર્થ અને નિકને સાથે ક્વોલિટી સમય ગાળવા માટે ગઈ છે.

તાજેતરમાં, ગોવાથી પરિણીતીએ તેના Instagram એકાઉન્ટ પર એક વિડિઓ શેર કર્યો છે. આમાં પરિણીતી અને પ્રિયંકા બૉલીવુડના જાણીતા સોંગ ‘ટીપ ટીપ બરસા પાની’ પર નૃત્ય કરતા જોવા મળે છે. જો કે, આમાં નિક ક્યાંય દેખાતો નથી.

 

Not a cheesy Chopra sister performance. Nope. @priyankachopra #DancingInTheRain

A post shared by Parineeti Chopra (@parineetichopra) on

તમને જણાવી દઈએ કે નિકે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકાનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો હતો. આ જોઈ એવું લાગે છે કે પ્રિયંકા અને નિકના સંબંધો વધુ આગળ વધી રહ્યા છે. આમાં, પ્રિયંકા નિકની નજીક દોડીને આવતી જોવા મળે છે. આ પહેલાં પ્રિયંકા નિકના માતા પિતાને મળી હતી. એટલાન્ટિક સિટીમાં નિકના કઝીનના લગ્નમાં આ મીટિંગ યોજવામાં આવી હતી.

You might also like