જન્મદિવસ બાદ સામે આવ્યો પ્રિયંકા-નિકનો PHOTO, લંડનમાં કરી રહ્યા મોજ

‘પ્રેમમાં બધું જ સારું લાગે છે’, આવું તમે ઘણી વાર સાંભળ્યું છે પરંતુ હવે આ બૉલીવુડની દેસી ગર્લ સાથે થઈ રહ્યું છે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં તેના 36માં જન્મદિનની ઉજવણી કરી હતી. એવી અટકળો હતી કે પ્રિયંકા ચોપરા એક ગુપ્ત સ્થળે પોતાના જન્મદિવસની ઉજવણી કરશે, જોકે તે લંડનમાં તેના બોયફ્રેન્ડ નિક સાથે જોવા મળી હતી.

પ્રિયંકાના જન્મદિવસની ઉજવણીના અનેક ફોટો તેમના જન્મદિવસ પર જોવા મળ્યા હતા. કેટલાક ફોટોગ્રાફ્સમાં, તે નિકના હાથમાં હાથ લઈ દેખાઈ હતી, અને કેટલાક ફોટોમાં નિક તેની સાથે દેખાયો હતો. તે જ સમયે, પ્રિયંકા અને નિકની બીજો એક ફોટો સામે આવ્યો છે અને તેને જોતા તમને એવું લાગે છે કે તમે કહેશો ‘પ્યાર હોય તો આવો’.

એવું કહેવાય છે કે આ ફોટો પ્રિયંકાના જન્મદિવસનો છે. આ ફોટોમાં, પ્રિયંકાએ સફેદ ડ્રેસ પહેર્યો છે, જ્યારે નિકે સફેદ-ટી-શર્ટ પહેર્યો હતો. આ વાયરલ ફોટોને જોતાં, એવું કહી શકાય કે આ બંને એકબીજાના રંગમાં રંગાય ગયા હતા.

નિક, જો કે, વારંવાર ઇમોજી દ્વારા સોશિયલ મિડિયા પર તેના દ્લની વાત કહતો રહે છે. તે જ સમયે, પ્રિયંકાએ ‘મારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ’ તરીકે ગોવાનો એક ફોટો શેર કરીને તેમના અફેરનો ખુલાસો કર્યો હતો. જો કે, આ બંનેએ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

પ્રિયંકા અને નિકની સગાઈના સમાચારે ઘણું ઝોર પકડ્યું છે. જોકે, એક અહેવાલ અનુસાર, તાજેતરમાં રિપોર્ટમાં પ્રિયંકાની માતાને પૂછવામાં આવ્યું કે પ્રિયંકા અને નિક લગ્ન કરવાના છે, ત્યારે તેમણે એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. પ્રિયંકાની માતાએ કહ્યું – “શું સાચે આવું છે તો પછી મારે પણ વિચારવું પડશે.” મધુ ચોપરાએ કંઈ સ્પષ્ટ કહ્યું નહીં પરંતુ તેમની વાતોથી એવું લાગ્યું કે તેઓ પ્રિયંકા માટે નિક જેવો છોકરો મળવા પર ખુબ ખુશ છે.

You might also like