બસ આંખ મારતાની સાથે જ પ્રિયા બની ગઈ બ્રાન્ડ એમ્બેસેડર, બોલિવૂડમાંથી મળી ઑફરો

પ્રિયા પ્રકાશના આંખ મારવા માત્રથી યુવાન હૈયાઓ ઘાયલ થઈ ગયા છે. પ્રિયાની પહેલી મલયાલમ ફિલ્મનો વીડિયો જાહેર થતાં જ એટલો બધો વાયરલ થઈ ગયો છે કે તે હવે નેશનલ ક્રશ બની ગઈ છે.

આ વીડિયોની સાથે જ હવે પ્રિયા પ્રકાશ રાતોરાત સ્ટાર બની ગઈ છે. પ્રિયા પ્રકાશને જાહેરાતો કરવાની ઑફર પણ મળવા લાગી છે. એટલું જ નહીં પ્રિયાને બોલિવૂડમાંથી પણ ઑફર મળવા લાગી છે.

જાણવા મળી રહ્યું છે કે, પ્રિયાને ‘પિંક’ ફિલ્મના ડાયરેક્ટર અનિરુદ્ધ રાય ચૌધરીએ પોતાની નેક્સ્ટ ફિલ્મમાં અપ્રોચ કરી છે. આ વાત ખુદ પ્રિયા પ્રકાશે મીડિયાને જણાવી છે. પ્રિયાએ જણાવ્યું કે, વીડિયો વાયરલ થયા બાદ પિંક ફિલ્મના ડાયરેક્ટરે ઑફર કરી છે, પણ હાલ હું મારી પહેલી ફિલ્મ કે જે મલયાલમ ફિલ્મ છે. જૂન મહિના સુધી હું તેના પર જ ધ્યાન આપવા માગું છું.

પ્રિયા પ્રકાશની પહેલી અને મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ જૂનમાં રિલીઝ થઈ રહી છે. જો કે પ્રિયા મોડેલિંગમા અને શોર્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હાલમાં પ્રિયાની પાસે બોલિવૂડની સાથે સાથે તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોની પણ ઑફર મળી રહી છે.

જો કે પ્રિયા પ્રકાશ કોની સાથે કામ કરવા માગે છે, તેના જવાબમાં જણાવે છે કે, તે ‘પદ્માવત’ ફિલ્મના ડાયરેક્ટર સંજય લીલા ભણશાળી સાથે કામ કરવા માગે છે. જો કે પ્રિયા મલયાલમ ડાયરેક્ટર દલકીર સલમાનની બહુ મોટી ફેન છે.

You might also like