સાઉથની અભિનેત્રી પ્રિયા પ્રકાશનો નવો લુક વાઈરલ

મુંબઈઃ વેલેટાઈન ડે પહેલાં એક વાયરલ વીડિયોથી ચર્ચામાં આવેલી સાઉથની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયરે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે. જેના કારણે તે ફરી ચર્ચામાં આવી છે.

પ્રિયા આ ફોટોમાં સાડી પહેરેલી જોવા મળે છે. પહેલી વાર પ્રિયાનો દેશી અવતાર લોકો સમક્ષ આવ્યો છે. પ્રિયાએ ગોલ્ડન બોર્ડરની સાથે ક્રીમ કલરની સાડી પહેરી છે. પ્રિયાનો આ નવો લુક લોભામણો છે.

મોસમના મિજાજની સાથે ભળતા સુંદર નજારોઓની વચ્ચે અલગ અલગ પોઝમાં પ્રિયાએ જે તસવીર પોસ્ટ કરી છે તે લોકોને ખૂબ જ ગમી છે. તેની મનમોહક મુસ્કાન તસવીરમાં જીવ રેડી રહી છે.

You might also like