પ્રિયાનો નવો વીડિયો થયો વાયરલ, નહીં કોઈ મેકઅપ, નહીં આંખના ઉલાળા

પ્રિયા પ્રકાશ વારિયર ફરીથી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. પોતાની કામણગારી આંખોથી લોકોને ઘાયલ કરનાર પ્રિયા પ્રકાશનો નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયોની ખાસિયત એ છે કે વીડિયોમાં પ્રિયા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહી છે. પ્રિયાએ કોઈ મેકઅપ કર્યો નથી કે કોઈ આઈલાઈનર પણ કરી નથી. આ વીડિયો એક ફેન સાઈટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

26 સેકન્ડના એક વીડિયોથી પ્રિયા પ્રકાશ રાતોરાત સ્ટાર બની ગઈ છે. પ્રિયાના આંખ મારવાના કારણે બાળકોથી લઈને જુવાનિયાઓ અને વૃદ્ધો પણ ઘાયલ થયા હતા. પ્રિયાના આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી.

આ નવા વીડિયોમાં પ્રિયા કોઈપણ મેકઅપ વગર સાધારણ કપડામાં જોવા મળી રહી છે. તે એક બગીચામાં ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે પ્રિયા મલયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ થી ડેબ્યૂ કરી રહી છે.

જુઓ બીજો એક વીડિયો પણ…

@nivethaathomasfb – 😍😍😍 @priya.p.varrier

A post shared by ⓃⒾⓋⒺⓉⒽⒶⓉⒽⓄⓂⒶⓈ ⒻⒷ 💥 (@nivethaathomasfb) on

You might also like