ઈશારા-ફ્લાઈંગ કિસ બાદ હવે પ્રિયાએ BF સાથે હોળી રમી, વીડિયો થયો વાયરલ

આ વખતે પ્રિયા પ્રકાશે આંખ મારીને કે બંદૂક ચલાવીને નહીં બલ્કે હોળી રમીને લોકોને ઘાયલ કર્યાં છે. પ્રિયા પ્રકાશનો એક વીડિયો જાહેર થયો છે, જેમાં તે પોતાના બોયફ્રેન્ડ સાથે હોળી રમતી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર છવાયેલ મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરનો નવો હોળીનો વીડિયો પણ ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં પ્રિયા પોતાના ફિલ્મી પાર્ટનર રોશન અબ્દુલ રઉફ સાથે હોળી રમતી જોવા મળી રહી છે. સાથે અન્ય મિત્રો પણ જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં પ્રિયા પોતાના બોયફ્રેન્ડને રંગ લગાવી રહી છે અને તેનો બોયફ્રેન્ડ પ્રિયાને રંગ લગાવી રહ્યો છે. જો કે આ વીડિયોમાં પ્રિયા સાવ કેઝ્યૂઅલ લુકમાં જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયા પ્રકાશ વારિયર ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ માં 18 વર્ષીય સ્કૂલની વિદ્યાર્થિની બની છે. આ ફિલ્મના ગીત ‘મનિ માનિક્ય મલારાયા પૂવી’માં આંખ મારતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી.

You might also like