મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ-હોલના મેન્ટેનન્સનું પણ ખાનગીકરણ

અમદાવાદ: મ્યુનિસિપલ હોલ, પાર્ટી પ્લોટ, પિકનિક હાઉસની સાફસફાઇ, ઇલેક્ટ્રિક અને સિવિલ, સાઉન્ડ સિસ્ટમ તેમજ ગાર્ડન-લોનનું મેન્ટેનન્સ અને સિક્યોરિટી એક જ કોન્ટ્રાક્ટરને આપવાની દિશામાં તંત્ર દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે. તંત્રનો આ નવો પ્રયોગ હોઇ પ્રારંભિક ધોરણે તેમાં કુલ ૩૨ હોલ-પાર્ટીપ્લોટને આવરી લેવાયા છે.

તંત્ર સંચાલિત હોલ, પાર્ટીપ્લોટમાં સાફ સફાઇની કામગીરી મ્યુનિસિપલ હેલ્થ વિભાગને સોંપાઇ છે, જ્યારે બંધ પંખા, ટ્યૂબલાઇટ, એસીને ચાલુ કરવાની જવાબદારી લાઇટ વિભાગ કરે છે. સિવિલ અને ઇલેક્ટ્રિકનાં કામો ઇજનેર વિભાગ દ્વારા કરાવવામાં આવે છે, પરંતુ આના કારણે એકસૂત્રતા જળવાતી નથી તેમજ નાગરિકોને પ્રંસગની ઉજવણી દરમિયાન હેરાન થવું પડે છે.

એટલે તંત્ર દ્વારા ‘ટંકી પ્રોજેક્ટ’ હેઠળ વસ્ત્રાપુર એમ્ફી થિયેટર, સાંઇ ઝુલેલાલ ઓપન એર થિયેટર, બળવંતરાય ઠાકોર કોમ્યુનિટી હોલ, ખંડુભાઇ દેસાઇ કોમ્યુનિટી હોલ, નરોત્તમ ઝવેરી કોમ્યુનિટી હોલ, રાણીપ કોમ્યુનિટી હોલ, વસંત રજબ કોમ્યુનિટી હોલ, વાસણા પાર્ટી પ્લોટ, પ્રહ્લાદસિંહ બુદ્ધસિંહ પાર્ટી પ્લોટ એમ કુલ ૩૨ હોટલનું સમગ્ર મેન્ટેનન્સ અને સિક્યોરિટી એક જ કોન્ટ્રાક્ટરને આપવાની કવાયત હાથ ધરાઇ છે.

જેમાં જે તે હોલ, પાર્ટી પ્લોટનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ મેળવનાર કોન્ટ્રાક્ટર કોઇ પણ અન્યને પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ સોંપી નહીં શકે, સિક્યોરિટી માટે હોલ-પ્લોટના વપરાશ સમયે ત્રણ વ્યક્તિ પ્રતિ શિફ્ટ, એક ઇલેક્ટ્રિશિયન પ્રતિ શિફ્ટ, સાફસફાઇ માટે ચાર વ્યક્તિ પ્રતિ શિફ્ટ અને એક સુપરવાઇઝર જેવી શરતોનું પાલન કરવાનું રહેશે.

અનેક વાર જે તે હોલ કે પાર્ટી પ્લોટનું વર્ષ દરમિયાન વીસ દિવસ પણ બુકિંગ થતું નથી તેવા સંજોગોમાં પણ કોન્ટ્રાક્ટરને સમગ્ર વર્ષની રકમ ચૂકવવાના બદલે તંત્ર દ્વારા જે તે હોલ-પાર્ટીપ્લોટના ભાડાની આવકની વીસ ટકા રકમ પ્રથમ વર્ષે જે તે કોન્ટ્રાક્ટરને ચૂકવાશે, જેમાં બુકિંગ કરનાર નાગરિક પાસેથી વસૂલાયેલી ડિપોઝિટ, ચાર્જ, પેનલ્ટી સહિતની અન્ય રકમનો સમાવેશ થતો ન હોઇ આનાથી મ્યુનિસિપલ તિજોરીને ખાસ્સી એવી આર્થિક બચત થશે.

divyesh

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

4 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

5 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

5 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

5 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

7 hours ago