ખાનગી યુનિવર્સિટીઅોના પાર્ટ ટાઈમ પીએચડી-એમફિલ કોર્સ પર પ્રતિબંધ

અમદાવાદ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એક જાહેરનામું બહાર પાડીને ખાનગી યુનિવર્સિટીઓમાં પાર્ટટાઇમ કે ‌ડિસ્ટન્સ લર્નિંગ મોડ પર ચાલતા એમ.ફિલ અને પીએચડીના અભ્યાસક્રમો પર પ્રતિબંધ જારી કર્યો છે.  યુજીસીઅે યુનિવર્સિટી/સંસ્થા દ્વારા ‌ડિસ્ટન્સ લર્નિંગ મોડ પર એમ.ફિલ અને પીએચડીના અભ્યાસક્રમ ઓફર કરવામાં આવે તો તેમાં પ્રવેશ નહીં મેળવવા તાકીદ કરવામાં આવી છે.

આ નોટિફિકેશનમાં વધુમાં જણાવાયું છે કે ઇન્દિરા ગાંધી નેશનલ અોપન યુનિવર્સિટી (ઇગ્નુ) અને કેટલીક અન્ય સ્ટેટ ઓપન યુનિવર્સિટીઓને યુજીસી રેગ્યુલેશન્સ ર૦૧૬ના અમલને આધીન રેગ્યુલર (ફૂલટાઇમ-પાર્ટટાઇમ) મોડમાં નોનટેકનિકલ પ્રોગ્રામમાં એમ.ફિલ/પીએચડી પ્રોગ્રામ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે અને આ અંગે યુજીસીની ચોક્કસ મંજૂરી બાદ જ આ પ્રકારના અભ્યાસક્રમો હાથ ધરી શકશે. જો કોઇ વિદ્યાર્થી યુજીસીની ચોક્કસ મંજૂરી વગર ચાલતા એમ.ફિલ/પીએચડી અભ્યાસક્રમ કરશે તો તેમની ડિગ્રી અમાન્ય ગણવામાં આવશે. યુજીસીએ વિદ્યાર્થીને કેટલીક ખાનગી સંસ્થાઓ દ્વારા જાહેરાતો કરીને આવા કોર્ષની ઓફર કરવામાં આવે તો તેનાથી નહીં છેતરાવા સલાહ આપી છે.
http://sambhaavnews.com/

You might also like